- રવીના અને રાશાના સ્ટનિંગ લૂકે સૌનું ધ્યાન ખેંચ્યું હતું
- અરબાઝ ખાનના લગ્ન સમારોહમાં કલાકારોનું ઘોડાપૂર
- રવીના અને રાશા એકજેવા શરારામાં નજરે પડી
બોલિવૂડના અભિનેતા અરબાજ ખાનના બીજા લગ્નમાં કલાકારો અને અન્ય હસ્તીઓ ઉમટી પડી હતી. તો અરબાઝ ખાનની મિત્ર રવીના ટંડન અને તેની દીકરી રાશા થડાની પણ સૅરેમનીમાં સામેલ થયા હતા. રવીના અને રાશાએ એકવાર ફરીથી પોતાના બ્યૂટિફુલ લૂકથી સૅરેમનીમાં હાજર સૌનું ધ્યાન ખેંચ્યું હતું. મા-દીકરીએ એક જેવા જ કપડાં પહેર્પયા હતા. પરંતુ અલગ-અલગ રંગના શરારા પહેર્યા હોવાથી સુંદર લાગી રહી હતી. અભિનેત્રી રવીના અને એની દીકરી રાશા ઘણીવાર પોતાના ફોટોઝને લઈ ચર્ચામાં રહેતી હોય છે. રવીના અને રાશા એકસાથે બધે નજરે પડે છે બંને માતા-પુત્રી કરતાં બહેનો વધુ લાગે છે. રવીનાની જેમ રાશાએ પણ પોતાના ફેંસને પ્રભાવિત કરવાની કોઈ તક નહોતી જવા દીધી. અરબાજ ખાનના લગ્ન સમારોહમાં રાશા ગુલાબી રંગના અને રવીના જાંબલી રંગના આઉટફીટમાં જોવા મળ્યાં હતાં. બંનેના આગમન પર સૌ આફરીન પોકારી ઉઠયા હતા.













