• અભિનેતા અરબાઝ ખાનનો પુત્ર અરહાન ગિટાર વગાડતો હોય તેવી વીડિયો વાયરલ
  • અરબાઝ ખાન અને શુરા ખાને ફરી એકવાર લગ્ન કર્યા
  • અરબાઝ ખાનના લગ્ન હાલ ટ્રેંડિંગમાં 


બોલિવૂડ અભિનેતા અરબાઝ ખાન અને શુરા ખાનના લગ્નને લઈ વીડિયો અને ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે. રવિવારે નજીકના મિત્રો અને થોડા મહેમાનોની હાજરીમાં મેકઅપ આર્ટિસ્ટ સાથે અરબાધ ખાને લગ્ન કરી લીધા હતા. અરબાઝ ખાનના પુત્ર અરહાનનો એક વીડિયોએ લોકોનાં દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે. અરહાન ગિટાર વગાડતો હોય ત્યારે તેના પિતા અરબાઝ ખાન તેનું શૂટિંગ કરી રહ્વીયો હોય તેવી  ક્લિપ અતૂલ અગ્નિહોત્રીએ સોશિયલ મીડિયા પર હેંડલ પર શેર કરી હતી. અતૂલ અગ્નિહોત્રી અરબાઝની બહેન અલવીરા ખાનનો પતિ છે. લગ્ન પ્રસંગે અરબાઝ ખાનના ભાઈ સલમાન ખાન પણ નાચતો જોઈ શકાય છે. ત્યારે અરહાન ગિટાર વગાડી રહ્યો છે આ વીડિયો પણ સોશિયાલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.

https://www.instagram.com/atulreellife/?utm_source=ig_embed&ig_rid=ac8453db-3da2-44ec-bb84-bede75e395be


અરહાન મલાઈકા અરોડા અને અરબાઝ ખાનનો પુત્ર છે. અરહાને પણ વીડિયો શૂટ કર્યો હતો. જેમાં સલીમ ખાનનું પરિવાર ખુશ નજરે પડી રહ્યું હતું. અભિનેતા અરબાઝ ખાનના આ બીજા લગ્ન છે. પ્રથમ લગ્ન અભિનેત્રી મલાઈકા અરોડા સાથે કર્યા હતા. બાદમાં બંનેએ પરસ્પર સહમતીથી છૂટાછેટા લઈ લીધા હતા. મળતી માહિતી પ્રમાણે અરબાઝ શુરા સાથે પટના શુકલા ફિલ્મના સેટ પર મળ્યા હતા. ત્યાં એકબીજાને પસંદ કરી લગ્ન કરવાના વચન પણ આપી ચૂક્યા હતા. શુરા ખાન મેકઅપ આર્ટિસ્ટ છે. 

  • Follow us on: