• અભિનેતા સલમાન ખાને પોતાની જ ફિલ્મના ગીત પર ડાંસ કર્યો
  • અરબાઝના લગ્ન સમારોહમાં જાણીતી હસ્તીઓ ઉમટી
  • સલમાનના ડાંસ વીડિયોને લઈ સોશિયલ મીડિયામાં કોમેન્ટસ ભરપપૂર

બોલિવૂડ એક્ટર, પ્રોડ્યુસર અરબાઝ ખાન રવિવારે એકવાર ફરીથી લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. અરબાઝે શુરા ખાન સાથે લગ્ન કર્યા આનું ગ્રેંડ વેડિંગ રાખ્યું હતું જેમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝના દિગ્ગજ સ્ટાર્સ અને અન્ય હસ્તીઓ ઉમટી પડી હતી. જેના ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ લગ્ન સમારોહમાં સલમાન ખાનનો ડાંસ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. સલમાને ભાભી શુરા સાથે ડાંસ કરીને આસપાસના લોકોને પણ ચોંકાવી દીધા હતા.લોકોએ પણ સલમાનના ડાંસની ખૂબ પ્રસંશા કરી હતી. 'તેરે મસ્ત મસ્ત દો નૈન' ગીત પર ઝુમતો નજરે પડયો હતો. તો આ પ્રસંગે શુરા ખાન અને અરહાન ખાને પણ ડાંસ કર્યો હતો. લોકોએ સલમાન ખાનને લગ્નમાં ડાંસ કરતા જોઈ ખૂબ કોમેન્ટ પણ કરી મજા લીધી હતી. એક ભાઈ લગ્ન નથી કરી રહ્યો અને એક ભાઈ રોજ નવી લાવી રહ્યાની કોમેન્ટ પણ જોવા મળી હતી.


https://www.instagram.com/reel/C1Qvu_khXq-/?utm_source=ig_web_copy_link

અરબાઝ ખાનની પર્સનલ લાઈફની વાત કરીએ તો વર્ષ-1998માં એના મલાઈકા અરોડા સાથે લગ્ન થયા હતા. આશરે 17 વર્ષના લગ્ન બાદ બંનેએ પરસ્પર સહમતીથી વર્ષ-2017માં છૂટાછેડા લઈ લીધા હતા. મલાઈકા અને અરબાજને એક પુત્ર પણ છે. જેનું નાં અરહાન ખાન છે. અરબાઝ ખાન જ્યોર્જિયા એન્ડ્રિયાની સાથે રિલેશનશિપમાં રહીને ચર્ચામાં રહ્યો હતો. થોડા સમય બાદ બંને વચ્ચે બ્રેક અપ થઈ ચૂક્યું હતું. ફાઈનલી અરબાઝ શુરા ખાન સાથે લગ્નનાં તાંતણે બંધાઈ ચૂક્યા છે.

  • Follow us on: