• સલમાન ખાને પોતાની એન્ટ્રીથી સૌને ચોંકાવી દીધા
  • વાયરલ વીડિયોએ ફેંસના દિલ જીતી લીધા
  • ઉષા ઉથુપને પગે લાગી ગળે મળ્યાનો વીડિયો વાયરલ

વર્ષ પૂર્ણ થવા આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બોલિવૂડના કલાકારોને લઈ કોઈને કોઈ કાર્યક્રમો સતત યોજાતા રહેતા હોય છે. આવા જ એક પ્રોગ્રામ ઉમંગ-2023નું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં શાહરૂખ ખાન, રણવીર સિંહ, શિલ્પા શેટ્ટી, આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ જેવા કલાકારો સામેલ થયા હતા. પરંતુ સૌથી વધુ ચર્ચામાં સલમાન ખાનનો હાર્ટ ટચિંગ વીડિયો રહ્યો હતો. જેમાં સલમાન ખાને ફેંસનું દિલ જીતી લીધું હતું. વાસ્તવમાં સલખાન ખાને બોલિવૂડની દિગ્ગજ સિંગ ઉષા ઉથુપને પગે લાગી તેને ગળે લગાવતો હોવાનું સામે આવ્યું હતું. આ વીડિયોને સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં સલમાન ખાન નેવી બ્લૂ કલરનું શર્ટ, બ્લેક પેંટ અને બ્લેક બ્લેઝરમાં એન્ટ્રી કરી ઉષા ઉથુપને ગળે મળતો જોઈ શકાય છે.

 


આ વીડિયો પર રિએક્શન આપતા એક યૂઝરે લખ્યું કે, ઉફ્ફ સલમાન ખાનની વૉકિંગ સ્ટાઈલ.. બીજા યૂઝરે લખ્યું કે આ તો ભાઈજાનનો પ્રેમ છે. તો વળી ત્રીજા યૂઝરે લખ્યું કે, ભાઈ ઑલ વૅઝ દિલ જીતી લે છે. આટલું ઓછું હોય તેમ વધુ એક યૂઝરે લખ્યું કે મારું દિલ આ અભિનેતાએ જીતી લીધું છે. આ વીડિયો પર લોકોએ હાટ ઈમૉજી શેર કરી હતી.

મહત્ત્વનું છે કે, સલમાન ખાનનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે અભિષેક બચ્ચન અને અમિતાભ બચ્ચનને ગળે મળતો નજરે પડે છે. ત્યારે ફેંસ આ વીડિયોને પણ ખૂબ લાઈકસ અને રિએક્શ આપી રહ્યા છે. 

  • Follow us on: