• હું ઠીક છું, કમ્ફર્ટેબલ છું એમ પૂછતા રણબીરઃ તૃપ્તિ
  • ઈન્ટીમેટ સીનના શૂટિંગ સમયે સેટ પર 5થી વધુ લોકોને પરમિશન નહતી
  • ઈન્ટીમેટ સીન સમયે તમામ મોનિટર બંધ રાખવામાં આવતા હતાઃ તૃપ્તિ

સંદીપ રેડ્ડી વાંગા નિર્દેશિત ફિલ્મ એનિમલની રિલીઝના બાદથી રણબીર કપૂર અને તૃપ્તિ ડિમરીના ઈન્ટીમેટ સીન ચર્ચાનો વિષય બન્યો છે. ફિલ્મમાં તેમની કેમેસ્ટ્રી તમામને પસંદ આવી રહી છે અને તેના ઈન્ટીમેટ સીનના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

તૃપ્તિ ડિમરી સાથે ઈન્ટીમેટ સીન કરતી સમયે રણબીરે પૂછી હતી આ વાત

હાલમાં સામે આવી રહેલી માહિતી અનુસાર તૃપ્તિએ રણબીર સાથે ઈન્ટીમેટ સીનના શૂટિંગને વિશે ખૂલીને વાત કરી ત્યારે તેઓએ ખુલાસો કર્યો કે રણબીર કેવી રીતે તેનું ધ્યાન રાખતા, દરેક સીન પહેલા તે પૂછતા કે તે ઠીક છે કે નહીં અને કમ્ફર્ટેબલ છે કે નહીં. તૃપ્તિએ કહ્યું કે ઈન્ટીમેટ સીનના શૂટિંગ સમયે સેટ પર પાંચથી વધુ લોકોને પરમિશન ન હતી અને સાથે તમામ મોનિટર બંધ હતા.

દર પાંચ મિનિટમાં...

એક્ટ્રેસે કહ્યું કે ફિલ્મમાં રણબીરની સાથે આ રીતના સીન કરતા એક્ટર મને પૂછતા કે હું છીક છું અને કમ્ફર્ટેબલ છું. દર 5 મિનિટમાં રણબીર મારા હાલચાલ પૂછતા હતા. આ પહેલા પણ તૃપ્તિએ એનિમલમાં કરાયેલા સીન વિશે વાત કરી હતી. તેમાં તેણે રણબીરના રોલ વિજય સિંહમાં પોતાના પ્રેમને સાબિત કરવા તેના જૂતા ચાટવાનું કહ્યું હતું. તૃપ્તિએ આ વિશે કહ્યું કે આ ડાયોલગે મને મારા અભિનય કોચની એક વાત યાદ કરાવી કે એક અભિનેતાએ સારા, ખરાબ અને ખરાબ પ્રકારના રોલ કરવા માટે તૈયાર રહેવું જોઈએ, પણ સાથે જો તમે રોલના વિચારોનું આકલન કરશો તો તેને જવાબદારી સાથે નહીં નિભાવી શકો. આ માટે મેં આ વાતને યાદ રાખીને રોલ કર્યો.  

  • Follow us on: