• સ્પષ્ટ, સાચું અને મજબૂત પાત્ર છે ગીતાંજલિ
  • અસમંજસ અને ઝઘડાળું વાતાવરણમાં શાંતિ લાવે છે ગીતાંજલિ
  • પરિવારને પ્રાધાન્ય આપે છે અને તેને માટે હંમેશા ઊભી રહે છે

'એનિમલ' ફિલ્મ જ્યાં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે તો ફિલ્મને લઈને વિવાદ પણ વધી રહ્યો છે. કેટલાક લોકો રણબીર કપૂરના રોલને ટોક્સિક ગણાવી રહ્યા છે તો કેટલાક ફિલ્મોમાં બતાવાયેલા ઝઘડાને લઈને સવાલ કરી રહ્યા છે. કેટલાક રશ્મિકા મંદાનાને ગીતાંજલિ રોલ પર ચેલેન્જ કરી રહ્યા છે. આ તમામ પ્રશ્નોની વચ્ચે હવે રશ્મિકા મંદાનાએ મૌન તોડ્યું છે. એક્ટ્રેસે ટ્વિટર પર લાંબી લચક પોસ્ટ કરીને ટ્રોલ કરનારાને જડબાતોડ જવાબ આપ્યો છે.

રશ્મિકાનો ટ્રોલર્સને જવાબ

રશ્મિકા મંદાનાએ ટ્વિટ કર્યું છે કે જો હું 'એનિમલ'ના ગીતાંજલિ કિરદારને એક લાઈનમાં કહું તો એ એવી તાકાત છે જે પોતાના પરિવારને જોડીને રાખે છે. તે રિયલ, સ્પષ્ટ અને મજબૂત છે. આ રોલ કરતી સમયે ડાયરેક્ટરે ગીતાંજલિને એક્શન માટે પૂછ્યું તો તેણે કહ્યું કે ગીતાંજલિ અને રણવિજયનો સંબંધ આવો જ છે.

 

ઘણો સુંદર છે રોલ

આ સાથે રશ્મિકાએ લખ્યું કે લડાઈ ઝઘડાથી ભરેલી જિંદગીમાં ગીતાંજલિ શાંતિ લઈને આવે છે. તે એક એવો પત્થર છે જેને કોઈ પણ તોફાન હલાવી શકતો નથી. તેને માટે તેના પતિ, બાળકો અને ફેમિલિ સૌથી વધારે જરૂરી છે. તે પરિવારને માટે કંઈ પણ કરી શકે છે.મારી નજરમાં તે સુંદર પાત્ર છે, જે દરેક સમયે પરિવારને માટે ઊભી રહે છે.

 

બોક્સ ઓફિસ પર ચાલી રહ્યો છે 'એનિમલ'નો ડંકો

'એનિમલ' ફિલ્મ બોક્સ ઓફિસ પર 8 દિવસમાં 300 કરોડનો આંક પાર કરી ચૂકી છે. આ ફિલ્મની ગતિને જોઈને લાગે છે કે આ શનિવાર અને રવિવારે ફિલ્મ બોક્સ ઓફિસ પહેલાથી જ વધારે કમાણી કરી શકે છે. આ ફિલ્મમાં રણબીર કપૂરના સિવાય બોબી દેઓલની એક્ટિંગ પણ વખાણવા લાયક છે. તો સાથે તૃપ્તિ ડિમરીના થોડા જ રોલે તેને પોપ્યુલર કરી દીધી છે. 

  • Follow us on: