• 30 વર્ષથી લઈને 58 વર્ષ સુધીના શાહરૂખની કરિયર
  • પિક્ચરની શરૂઆત દિલવાલે દુલ્હનિયા...ની યાદ અપાવશે
  • ફૂટબોલ રમતા શાહરૂખ ડીડીએલજેની યાદ અપાવશે

શાહરૂખ ખાનની આવનારી ફિલ્મ ડંકીનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે. લગભગ 3 મિનિટના ટ્રેલરને જોઈને તમને શાહરૂખ ખાનના પડદા પર નિભાવેલા તમામ કિરદાર યાદ આવશે. ડીજીએલજેનો ટ્રેન વાળો આઈકોનિક સીન હોય કે પછી ફૂટબોલ મેચના સમયે હાથમાં ફૂટબોલ લઈને ભાગતો રાજ...30 વર્ષના યુવા શાહરૂખથી લઈને 58 વર્ષના શાહરૂખની કરિયરની જર્ની આ ટ્રેલરમાં તમે એકવારમાં જોઈ શકો છો. એટલે કે તમે રાજથી લઈને હર દયાળ સિંહ ઢિલ્લન સુધીની સફર ફક્ત 3 મિનિટમાં માણી શકો છો.

આ રીતે થાય છે ફિલ્મની શરૂઆત

ડંકીના ટ્રેલરની શરૂઆત થાય છે ટ્રેનના એક સીનથી ટ્રેનના ગેટ પર ઊભા રહેલા શાહરૂખ ખાનને જોઈને તમને 28 વર્ષ પહેલાના દિલવાલે દુલ્હનિયાની યાદ આવશે. શાહરૂખ ખાનની યાદ આવશે. ટ્રેલરના એક સીનમાં શાહરૂખ ખાન ફૂટબોલ રમતા જોવા મળી રહ્યા છે. આ સીન જોઈને તમે તેમની ફિલ્મ ડીડીએલજેના ફૂટબોલ મેચના સીનને યાદ કરશો. એટલું નહીં તેમની ટી શર્ટનો કલર પણ મળતો આવે છે.

શાહરૂખે શા માટે બદલી ઈમેજ

રોમાંસ કિંગ નામથી જાણીતા શાહરૂખ ખાને હેરી મેટ સેજલ, ફેન અને ઝીરો જેવી ફિલ્મોના ફ્લોપ થવાના કારણે પોતાની ઈમેજ બદલી છે. શાહરૂખ ખાન પર આરોપ લાગ્યો હતો કે 25 વર્ષના રાજ મલ્હોત્રાના રોલથી તેઓએ બહાર નીકળી શક્યા નથી. લોકોને હાથ ફેલાવીને રોમાંસ કરતા રાજ પસંદ આવી રહ્યા નથી. ઝીરો બાદ શાહરૂખે લગભગ 5 વર્ષનો બ્રેક લીધો અને 2023માં ફિલ્મ પઠાણની સાથે દમદાર વાપસી કરી. ફિલ્મે બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી દીધા.

 

પઠાણ અને જવાને પણ તોડ્યા રેકોર્ડ

પઠાણ બાદ શાહરૂખ ખાન લઈને આવ્યા જવાન... આ ફિલ્મમાં બમણા રોલમાં શાહરૂખે દર્શકોને પ્રેમ આપ્યો અઅને ફિલ્મ પણ બ્લોક બસ્ટર સાબિત થઈ. હવે શાહરૂખ ખાનની ડંકીની સાથે એક પછી એક તેઓ ફિલ્મો લાવી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર જોઈને લાગી રહ્યું છે કે આ ફિલ્મ શાહરૂખની જર્ની દેખાડશે.

એક્શન રોલમાં મચાવી ધમાલ

પઠાણ અને જવાનમાં એક્શન રોલમાં આવીને શાહરૂખ ખાને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી. તેમનું મેકઓવર લોકોને ખૂબ પસંદ આવ્યું અને બંને ફિલ્મો બ્લોકબસ્ટર સાબિત થઈ છે. હવે ડંકીની સાથે એક ફિલ્મમાં શાહરૂખ ખાનના અનેક રંગ જોવા મળશે. આ ફિલ્મમાં શાહરુખને લઈને ડીડીએલજેના બિંદાસ રાજની યાદ આવે છે. તો સાથે રબ ને બના દી જોડીના સૂરીને પણ યાદ કરી શકાશે. આ સાથે પઠાણ અને જવાનના જેવા એક્શન પણ છે. ફિલ્મના હિટ થવાનો પૂરો આધાર શાહરૂખે આ ફિલ્મમાં અજમાવ્યો છે.

રાજકુમાર હીરાણીની સાથે શાહરૂખ ખાને પહેલી વાર કર્યું કામ

રાજકુમાર હીરાણીએ આ ફિલ્મને ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મમાં તે પહેલીવાર શાહરૂખની સાથે કામ કરી રહ્યા છે. તેનાથી પહેલા હિરાણીની પીકે, 3 ઈડિયટ્સ, મુન્નાભાઈ એમબીબીએસ, સંજુ જેવી સુપરહિટ ફિલ્મો આપી છે. આ ફિલ્મની મદદથી એકવાર તે ફરીથી કમાલ દેખાડવા માટે તૈયાર છે. આ ફિલ્મો 21 ડિસેમ્બરે રીલિઝ થશે. શાહરૂખની સાથે પહેલીવાર તાપસી પન્નૂ પડદા પર રોમાંસ કરતી જોવા મળશે. તો વિક્કી કૌશલ પણ આ ફિલ્મમાં મુખ્ય રોલમાં છે. 

  • Follow us on: