હાર્દિક પંડ્યા IPL 2025 માં મુંબઈ ઈન્ડિયન્સને એલિમિનેટર જીત અપાવવાની યોજના બનાવી રહ્યો છે. પરંતુ તેની ભૂતપૂર્વ પત્ની નતાશા ફાઈટર કેમ બની ગઈ છે? જાણો શું છે કારણ.


નતાશા સ્ટેનકોવિકનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે જોરદાર મુક્કા મારી રહી છે. આ સિવાય તે લાત મારવાની સાથે મુક્કા મારતી પણ જોવા મળે છે, જાણે તે કિક બોક્સર હોય. હાર્દિક પંડ્યાની ભૂતપૂર્વ પત્ની શા માટે મુક્કાઓ અને લાતોનો વરસાદ કરતી જોવા મળી?

હાર્દિક પંડ્યાની ભૂતપૂર્વ પત્ની છે નતાશા

હાર્દિક પંડ્યાથી છૂટાછેડા લીધા પછી નતાશા મુંબઈમાં અલગ રહે છે. તેને અને હાર્દિક પંડ્યાને અગસ્ત્ય નામનો એક પુત્ર પણ છે, જે ક્યારેક નતાશા સાથે રહે છે તો ક્યારેક તેના પિતા સાથે. હાર્દિક પંડ્યા મોટાભાગે ક્રિકેટમાં બિઝી રહે છે અને તેની ભૂતપૂર્વ પત્ની નતાશા સોશિયલ મીડિયા પર પણ એટલી જ વ્યસ્ત છે. દરરોજ તેના વિશે કોઈને કોઈ અપડેટ સોશિયલ મીડિયા પર, ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ પર જોઈ શકાય છે.


નતાશાએ શેર કર્યો વીડિયો

નતાશા લાત અને મુક્કા મારતી હોવાનો જે વીડિયો સામે આવ્યો છે તે પણ તેને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે. તેને ઈન્સ્ટા સ્ટોરી પર વીડિયો પોસ્ટ કર્યો છે. નતાશાએ પોતે પોસ્ટ કરેલા તે વીડિયોનું સત્ય શું છે?

વીડિયોમાં નતાશા કિકબોક્સિંગની ટ્રિક શીખતી મળી જોવા

નતાશા દ્વારા શેર કરાયેલો વીડિયો, જેમાં તે લાત મારતી અને મુક્કા મારતી જોવા મળે છે, તે કિકબોક્સિંગ કરતી હોય તેવું લાગે છે. આ વીડિયોમાં તે તેના કોચ સાથે પ્રેક્ટિસ કરી રહી છે. નતાશા ફાઈટરની જેમ લડી રહી છે અને તેનો કોચ તેનો બચાવ કરી રહ્યો છે.

શું છે કિકબોક્સિંગનો હેતુ ?

હવે સવાલ એ છે કે કિકબોક્સિંગ શીખવા પાછળ નતાશાનો હેતુ શું છે? તો આ પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. શું નતાશા ફિટ રહેવા માટે ફક્ત શોખ તરીકે કિકબોક્સિંગ કરી રહી છે કે પછી તેનો કોઈ અન્ય ઈરાદો છે? પરંતુ કિક બોક્સિંગમાં નતાશાની મહેનત અને ડેડિકેશન સ્પષ્ટપણે જોવા મળે છે.


  • Follow us on: