- તેજસ ફિલ્મ માટે સ્પેશ્યલ સ્ક્રિનિંગનું આયોજન કરવામાં આવ્યું
- રાજનાથસિંહ અને વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓએ ફિલ્મ નિહાળી
- ફિલ્મ ડાયરેક્ટરને બ્રોચ આપીને સન્માન કરાયું,કંગનાના વખાણ કર્યા
શનિવારે અભિનેત્રી કંગના રણૌતે દિલ્હીમાં રક્ષામંત્રી રાજનાથસિંહ માટે એક ખાસ સ્ક્રિનિંગ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. જેમાં એની આગામી ફિલ્મ 'તેજસ' એમને બતાવવામાં આવી હતી. રાજનાથસિંહ સાથે ઈન્ડિયન એરફોર્સના કેટલાક ઉચ્ચ અધિકારીઓ પણ આ સ્પેશ્યલ સ્ક્રિનિંગમાં ફિલ્મ જોવા માટે એકઠા થયા હતા. કંગનાએ આ સ્ક્રિનિંગના કેટલાક ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા.
ઈન્સ્ટાગ્રામ પર અનુભવ શેર કર્યો
કંગના એ પોતાના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, ટીમ 'તેજસે' એક સ્પેશ્યલ સ્ક્રિનિંગનું આયોજન કર્યું હતું. ખાસ તો રક્ષામંત્રી રાજનાથસિંહ માટે આ ખાસ સ્ક્રિનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાયુસેનાના ઘણા ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા. સોમવારે આ સ્ક્રિનિંગ રાખવામાં આવ્યું હતું. કંગનાએ આ સ્ક્રિનિંગ પોતાના માટે કેવું રહ્યું એ એક્સપિરિંયન્સ પણ શેર કર્યો છે. તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું હતું કે, આ એક મંત્રમુગ્ધન કરનાર એક્સપિરિયન્સ હતો. આ સમગ્ર ફિલ્મ વાયુસેનાને સમર્પિત છે. વાયુસેનાના સૈનિકોને સમર્પિત છે. કંગનાએ સ્પષ્ટ કર્યું હતું કે, ફિલ્મ જોયા બાદ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, જનરલ અનિલ ચૌહાણે પોતાના જેકેટમાંથી ફાઈટર આકારનું બ્રોચ કાઢીને ડાયરેક્ટરને આપ્યું હતું.
આખો માહોલ બદલી ગયો
તેજસ ફિલ્મ ડાયરેક્ટર સર્વેશ મેવારાએ ડાયરેક્ટ કરી છે. જેના કારણે સ્ક્રિનિંગનો આખો માહોલ બદલી ગયો હતો. અંદરથી અમને એવું લાગતું હતું કે, આખરે અમારૂ મિશન પૂર્ણ થયું છે. તારીખ 27 ઑક્ટોબરના રોજ આ ફિલ્મ સિનેમાઘરમાં આવી રહી છે. આ ફિલ્મમાં તેજસ વિમાનની એક જોરદાર જર્ની દેખાડવામાં આવી છે. આ ઉપરાંત એક પાયલટનું જીવન કેવું હોય એ પણ દર્શાવાયું છે. આ ફિલ્મમાં કંગના એક લેડી પાયલટનો રોલ પ્લે કરી રહી છે. આ ઉપરાંત તેમણે ઈમરજન્સી ફિલ્મ અંગે પણ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ઈમરજન્સીએ એ કોઈ ફિલ્મ નથી પણ મારા જીવનની એક સૌથી મોટી કસોટી છે. જે પાત્રની પરીક્ષા લે છે.