- પોતાના આઉટફિટને કારણે રહે છે સતત ચર્ચામાં મલાઈકા
- શાહરૂખની ફિલ્મ દિલ સેના ગીતથી કરી હતી એન્ટ્રી
- પછી સતત આઈટમ સોંગ પર થિરકતી જોવા મળી એક્ટ્રેસ
મલાઈકા અરોરાએ 'છૈયા છૈયા' ગીતથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ગીત ઘણું હિટ સાબિત થયું અને આ ગીતે મલાઈકાને એક અલગ ઓળખ આપી છે. પછી મલાઈકા ઘણા આઈટમ સોંગ્સમાં જોવા મળી છે. જે તમામ હિટ રહ્યા છે. જોકે, મલાઈકા ક્યારેય અભિનેત્રી તરીકે કોઈ ફિલ્મમાં જોવા મળી નથી. પરંતુ તેમ છતાં તે લક્ઝરી લાઈફ જીવે છે. કરોડો રૂપિયા કમાઈ રહી છે. રોયલ હોમ્સથી લઈને દમદાર ગાડી સુધીની તમામ વસ્તુઓ છે.
લક્ઝરી લાઈફ જીવે છે મલાઈકા
મુંબઈના બ્રાંદ્રા વિસ્તારમાં મલાઈકા રહે છે. આ ઘરની કિંમત 20 કરોડ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. અભિનેત્રી પાસે રૂ. 1.38 કરોડની કિંમતની BMW 7 સિરીઝ, રૂ. 20 લાખની Toyota Inova Crysta, રૂ. 96 લાખની BMWX 7 તેમજ રૂ. 2.11 કરોડની કિંમતની રેન્જ રોવર વોગ જેવી લક્ઝરી કાર પણ છે. મલાઈકા અરોરા ભલે ફિલ્મોમાં જોવા ન મળે, પરંતુ તે ઘણા મોડેલિંગ શૉ અને રિયાલિટી શોને જજ કરે છે. અભિનેત્રી શોમાં એક એપિસોડ માટે લગભગ 5 થી 6 લાખ રૂપિયા ચાર્જ કરે છે. મલાઈકાએ ફિટનેસ એપ સર્વ યોગા, ઈ-કોમર્સ બ્રાન્ડ લેબલ લાઈફ એક્સેલ અને ફેશન જગતમાં ઘણા બધા સ્ટાર્ટઅપ બિઝનેસમાં પણ રોકાણ કર્યું છે.
બર્થ ડેનું સેલિબ્રેશન કર્યું
મલાઈકા ઘણી મોટી બ્રાન્ડ્સની એમ્બેસેડર છે. જેના માટે તેને 70 લાખથી 1.6 કરોડ રૂપિયા માસિક મળે છે. તે જ સમયે, અભિનેત્રીઓ ફિલ્મોમાં તેમના એક ગીત માટે 90 લાખથી 1.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. લાઈકાની કુલ નેટવર્થની વાત કરીએ તો રિપોર્ટ્સ અનુસાર તે 98.98 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત તે ઘણી વખત સ્પેશિયલ અપિરિયન્સના પણ પૈસા લે છે. મલાઈકાએ સોમવારે (તારીખ 23.10.2023)ના રોજ પોતાનો 50મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો.