- શેખ હસીનાએ આજે બાંગ્લાદેશના વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું
- શેખ હસીના લશ્કરી હેલિકોપ્ટરમાં ભારત આવ્યા હતા
- આને લઈને કંગના રનૌતે પ્રતિક્રિયા આપીને આ વાત કહી છે
શેખ હસીનાએ આજે બાંગ્લાદેશના વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમની સરકારના આ પગલા સામે કેટલાય મહિનાઓ સુધી દેશમાં હિંસક દેખાવો થયા હતા. શેખ હસીનાએ દેશ છોડી દીધો અને સોમવારે લશ્કરી હેલિકોપ્ટરમાં ભારત આવ્યા હતા. રિપોર્ટ મુજબ શેખ હસીના ભારતમાં રોકાયા બાદ લંડન જઈ શકે છે. હવે આને લઈને પ્રતિક્રિયા આપતા કંગના રનૌતે કહ્યું કે સન્માનની વાત છે કે શેખ હસીના ભારતમાં સુરક્ષિત અનુભવે છે.
કંગનાએ આપી પ્રતિક્રિયા
કંગનાએ એક્સ પર પોસ્ટ શેર કરતા લખ્યું છે કે 'ભારત આપણી આસપાસના તમામ ઈસ્લામિક પ્રજાસત્તાકોની મૂળ માતૃભૂમિ છે. બાંગ્લાદેશના માનનીય વડા પ્રધાન ભારતમાં સલામતી અનુભવે છે એ જાણીને આપણે ગૌરવ અને આનંદ અનુભવીએ છીએ, પણ જેઓ ભારતમાં રહે છે અને પૂછતા રહે છે કે હિન્દુ રાષ્ટ્ર કેમ? રામ રાજ્ય શા માટે? પરંતુ તે સ્પષ્ટ છે કેમ.'
આપણે ભાગ્યશાળી છીએ: કંગના રનૌત
કંગનાએ આગળ કહ્યું છે કે 'મુસ્લિમ દેશોમાં કોઈ પણ સુરક્ષિત નથી, ત્યાં સુધી કે મુસ્લિમ પોતે પણ નહીં. અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને બ્રિટનમાં જે કંઈ થઈ રહ્યું છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણે રામ રાજ્યમાં રહીએ છીએ. જય શ્રી રામ.'

સરકારના નિર્ણયને મમતા બેનર્જીએ પણ આપ્યું સર્મથન
આ મામલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે કહ્યું કે તેઓ આ મામલે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયનું સમર્થન કરશે. તેણે કહ્યું, 'હું બંગાળના લોકોને શાંતિ જાળવવાની અપીલ કરીશ. કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપો. આ બે દેશો વચ્ચેનો મામલો છે, કેન્દ્ર સરકાર જે પણ નિર્ણય લેશે અમે તેનું સમર્થન કરીશું.
કંગનાની અપકમિંગ ફિલ્મ
કંગનાની અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો એક્ટ્રેસ ટૂંક સમયમાં જ ફિલ્મ 'ઈમરજન્સી'માં જોવા મળશે. તે આ ફિલ્મમાં ડાયરેક્શન અને અભિનય બંને કરી રહી છે. ફિલ્મો સિવાય તે પોતાના રાજકીય કરિયરમાં પણ વ્યસ્ત છે.