• વિકીને કરણ જોહરે પત્નીનો સાથે ઉભા રહેવા સમજાવ્યો
  • વિકી માતા-પિતાનો પક્ષ લઈને અંકિતાને ઠપકો આપતો દેખાયો
  • બિગ બોસનાં ઘરમાં આવીને અંકિતાને સાસુંએ કર્યા સવાલો

સલમાન ખાનની ગેરહાજરીમાં કરણ જોહર બિગ બોસ 17ના 'વીકેન્ડ કા વાર'ને હોસ્ટ કરવા જઈ રહ્યો છે. આ સપ્તાહના 'વીકેન્ડ કા વાર'માં કરણ વિકીની માતા અને તેની પત્ની અંકિતા અંગે વાત કરશે. તે વિકીને કહેશે કે, જ્યારે તમારી માતા બિગ બોસનાં ઘરમાં આવીને અંકિતાને કેટલાક સવાલો કરે છે ત્યારે પતિ તરીકે તારે તેની પાછળ ઉભું રહેવું જોઈએ. હું એમ નથી કહેતો કે તારે તારી માતા સામે કંઈ બોલવું જોઈએ. પણ હું એટલું જ કહેવા માંગુ છું કે તે સમયે તમારે તમારી પત્નીને એક જ પ્રશ્ન પૂછવો જોઈતો હતો અંકિતા શું થયું?

કરણ જોહરના સમજાવા છતાં વિકી પોતાની માતાનો પક્ષ લેતો જોવા મળશે. ત્યારે ફરી એકવાર અંકિતા તેના પપ્પાનો ઉલ્લેખ કરશે જેઓ આ દુનિયામાં નથી. જ્યારે વિકી અંકિતાને એકલામાં સવાલો કરશે કે, શું કહ્યું અંકિતા? મને કહો...ત્યારે અંકિતા વિકીને કહેશે કે, પાપા (અંકિતાના સસરા)એ મારી માતાને ફોન કર્યો હતો. તેમણે મારી માતાને પૂછ્યું કે, શું તમે પણ તમારા પતિને આ રીતે થપ્પડ મારતા હતા? અંકિતાની વાત સંભળ્યા બાદ પણ વિકી પોતાના માતા-પિતાનો પક્ષ લેતા અંકિતાને ઠપકો આપતો જોવા મળે છે.

વિકી જૈનની માતાને ખૂબ ટ્રોલ થઈ

વિકી અંકિતાને આગળ કહે છે કે,'જો તારા પપ્પા હોત તો તું શું કહેત? આ બધું જોઈને પિતાને પણ આવી જ લાગણી થઈ શકે છે. જો તમે કોઈ વસ્તું નથી સંભાળી શકતા તો તમે ખોટી રીતે જ પ્રતિક્રિયા આપશો. જે રીતે તમે મારી સાથે વાત કરો છો તે બધુ નેશનલ ટીવી પર યોગ્ય નથી લાગતું. મને ખબર નથી કે તમે આટલી સરળ વાત ક્યારે સમજી શકશો? અંકિતા કોઈ જવાબ આપ્યા વિના ચુપચાપ વિકીની વાત સાંભળતી જોવા મળશે. હકીકતમાં બિગ બોસના ઘરમાં પુત્રવધૂ અંકિતા સાથેના ખરાબ વર્તનને કારણે વિકી જૈનની માતા સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઈ રહી છે.


  • Follow us on: