• સલમાન ખાનનો આજે 58મો બર્થ-ડે
  • ફિલ્મ નિર્માતા, નિર્દેશકે સલમાનને આપી ગિફ્ટ
  • 25 વર્ષ જૂની વાત સોશિયલ સાઈટ પર શેર કરી

બોલિવૂડના દબંગ ઉર્ફે સલમાન ખાન આજે પોતાનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. સલમાનના ફેંસ પણ સોશિયલ મીડિયા પર સલમાનને શુભકામના પાઠવી રહ્યા છે. આ ખાસ પ્રસંગે ઈન્ડસ્ટ્રીઝના જાણીતા ફિલ્મ નિર્માતા, નિર્દેશક કરણ જોહર પણ સલમાનને બર્થ-ડે વિશ કરતા એક મોટી ગિફ્ટ આપી હતી. તાજેતરમાં કરણ જોહરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર સલમાન ખાનના એક જૂના ફોટાને શેર કરી એક લાંબી પોસ્ટ કરી હતી. સલમાન ખાને કરણ જોહરની 25 વર્ષ અગાઉ શાહરૂખ ખાન અને કાજોલની બ્લોક બસ્ટર ફિલ્મ કુછ કુછ હોતા હૈમાં કામ કર્યું હતું. જો કે આ ફિલ્મમાં સલમાન કેમિયોના રોલમાં હતો. પરંતુ સલમાને થોડીક ક્ષણોમાં ભૂમિકાથી ફેંસનું દિલ જીતી લીધું હતું. હવે 25 વર્ષ પછી એકવાર ફરીથી બંનેની જોડી એકસાથે કામ કરવાની છે. જેને લઈ કરણ જોહરે આ પોસ્ટ શેર કરી હતી.


સોશિયલ મીડિયા પોસ્ટમાં કરણે લખ્યું કે, 25 વર્ષ અગાઉ હું એક પાર્ટીમાં હતો અને મૂંઝવણ ભરેલી સ્થિતિમાં હતો. એક મોટો ફિલ્મ સ્ટાર મારી પાસે આવ્યો અને મને પૂછ્યું કે હું એક ખૂણામાં શા માટે ઊભો છું. આગળ લખ્યું કે, હું એક ભૂમિકા માટે અનેક સ્ટાર્સ પાસે ગયો છું. પરંતુ બધાએ મને પ્રેમની ના પાડી દીધી છે. તેને મને સપનામાં પણ નહિ વિચાર્યું હોય અને મને હા પાડી દીધી. ફિલ્મની અડધી સ્ક્રિપ્ટ સાંભળીને ફિલ્મ કરવાની કહી દીધી હતી. 

આ ઉપરાંત કરણ જોહરે ફિલ્મના અનુભવ વર્ણવ્યા હતા. તેમજ આગળ એક નવા પ્રોજેક્ટ પર કામ કરવાને લઈ લખ્યું હતું. કરણે હેપ્પી બર્થ-ડે સલમાન આપનો પ્રેમ અને સન્માન  સાથે 25 વર્ષ બાદ અમારી પાસે ફરીથી દર્શાવવા માટે એક સ્ટોરી હશે. 

  • Follow us on: