અભિનેતા મુલુક દેવના નિધનથી બોલીવુડ જગતમાં શોકનો માહોલ છે. મુકુલમના ખાસ મિત્ર અને ફિલ્મ અભિનેતા મનોજ વાજપેયીએ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરી છે. જેમાં તેઓએ મિત્રતાના જુના દિવસો યાદ કર્યા હતા. પોસ્ટ દ્વારા શ્રદ્ધાંજલિ આપતા મનોજે લખ્યુ છે કે, શબ્દોમાં કહેવું મુશ્કેલ છે. હમણા હું શું અનુભવુ છું. એક કલાકાર કે જેમનો ઉત્સાહ અને ઉમંગ બેજોડ હતો. એક જુનુન હતુ એમનામાં. મુકુલ દેવે ઘણી નાની ઉંમરમાં દુનિયાને અલવિદા કહ્યુ છે. મુકુલ દેવના પરિવાર માટે હું પ્રાર્થના કરુ છું.


દિપશીખા નાગપાલે કરી પુષ્ટી

અભિનેતા મુકુલ દેવના નિધનની પુષ્ટી અભિનેત્રી દિપશીખા નાગપાલે કરી હતી. તેઓએ જણાવ્યુ હતુ કે, લાંબા સમયથી મુકુલ બિમાર હતા. તેઓને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું નિધન હતુ. 54 વર્ષની ઉંમરે મુકુલ દેવે અંતિમ શ્વાસ લીધા હતા.

ફિલ્મ "સન ઓફ સરદાર"માં કર્યુ હતુ કામ

મુકુલ દેવે ફિલ્મની સાથે ટીવી સિરીયલોમાં પણ કામ કર્યુ હતું. મુકુલ દેવે ફિલ્મ કિલ્લામાં દિલીપ કુમાર અને રેખા સાથે કામ કર્યુ હતુ. તેઓની પ્રથમ ફિલ્મ દસ્તક હતી. જેમાં સુષ્મિતા સેન, અને મનોજ વાજપેયી જોવા મળ્યા હતા. બાદમાં રોમેન્ટીક, એક્શન અને કોમેડી ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા. મુકુલના નિધનના સમાચાર બાદ બોલીવુડ જગતમાં દુઃખની લહેર જોવા મળી છે. તેમનાન મિત્રો અને પરિવારજનો માટે હાલ આ દુઃખનો સમય છે. 

  • Follow us on: