ઐશ્વર્યા રાયની ગણતરી બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રીમાં થયા છે આજે પણ લોકો અભિનેત્રીના અભિનયના દિવાના છે. ઐશ્વર્યા રાયે પોતાના કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મો આપી છે અને 28 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રાજ કરી રહી છે. અભિનેત્રીની ઘણી ફિલ્મોએ રેકોર્ડ બ્રેક કમાણી કરી છે અને ઘણી એવી ફિલ્મો છે કે, જેની ઓફર એશ્વર્યા રાયે ફગાવી દીધી છે.


ઐશ્વર્યાએ અધધ કમાણી કરનાર ફિલ્મને નકારી

ઐશ્વર્યાએ પોતાના કરિયરમાં ઘણી ફિલ્મોને પણ રિજેક્ટ કરી છે જેમાંથી એક ફિલ્મ એવી હતી કે તેણે 4100 કરોડ રૂપિયાથી વધુની રેકોર્ડબ્રેક કમાણી કરી હતી. 1997માં સાઉથ ભારતીય સિનેમામાં અભિનય કારકિર્દી શરૂ કરનાર ઐશ્વર્યા રાયે એ જ વર્ષે બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. ઐશ્વર્યા ટૂંક સમયમાં જ લોકોનું દિલ જીતી લીધુ અને બોલીવુડની ફેમસ અભિનેત્રી બની ગઈ હતી. ઐશ્વર્યાએ તેની કારકિર્દીમાં ઘણા એવા નિર્ણયો લીધા જેનો તેને પાછળથી પસ્તાવો થયો હશે. જે ફિલ્મને તેણે નકારી કાઢી હતી અને 4000 કરોડની કમાણી કરી હતી તે હોલીવુડની ફિલ્મ હતી.

ઐશ્વર્યા રાયે હોલીવુડમાં પણ કામ કર્યું

ઐશ્વર્યા રાયે બોલીવુડની સાથે સાથે હોલીવુડમાં પણ કામ કર્યું છે. પરંતુ તેણે હોલીવુડમાં પણ એક મોટી ઓફરને નકારી કાઢી છે. તેને 'મિસ્ટર એન્ડ મિસિસ સ્મિથ' નામની ફિલ્મની ઓફર મળી હતી જે 20 વર્ષ પહેલા 2005માં રિલીઝ થઈ હતી. તેણે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી. ઐશ્વર્યાએ આ ફિલ્મ નકારવાનું મુખ્ય કારણ પણ આ જ કહેવાય છે. આ ફિલ્મમાં બ્રેડ પિટ અને જોન સ્મિથ મુખ્ય ભૂમિકામાં હતા. બ્રેડ પિટની પત્નીની ભૂમિકા પ્રખ્યાત હોલીવુડ અભિનેત્રી એન્જેલીના જોલીએ ભજવી હતી જે પહેલા ઐશ્વર્યાને ઓફર કરવામાં આવી હતી.

ઐશ્વર્યા રાયે આ કરાણે ફિલ્મની ઓફર ફગાવી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઐશ્વર્યાને ફિલ્મના કેટલાક દ્રશ્યો સામે વાંધો હતો. તેથી તેણે આ ઓફર નકારી કાઢી હતી. મિસ્ટર એન્ડ મિસિસ સ્મિથનું દિગ્દર્શન ડગ લિમેન દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ 10 જૂન 2005ના રોજ રિલીઝ થઈ હતી. 20 વર્ષ જૂની આ ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ અદ્ભુત ફિલ્મને IMDb પર 10 માંથી 6.5 રેટિંગ મળ્યું છે. તેણે વિશ્વભરમાં 4112 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.


  • Follow us on: