ટીવી ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા કપલ છે જેઓ છૂટાછેડા માટે સતત ચર્ચામાં આવતા હોય. ગુમ હૈ કિસીકે પ્યાર મેં ફેમ કપલ ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટના લગ્ન જીવનના 4 વર્ષ બાદ અલગ થઈ ગયા હોય એવું લાગી રહ્યું છે. એશ્વર્યા ઘણા સમયથી બીજા ઘરમાં શિફ્ટ થઈ ગઈ છે અને તેણે સ્પષ્ટતા આપી છે કે તેણે કામની સમસ્યાઓને કારણે આ ઘર લીધું છે. એટલું જ નહીં, અભિનેત્રીએ અલગ થવાની અફવાઓ પર ઘણી વખત સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કર્યો હતો. ત્યારે હવે એશ્વર્યા શર્માએ પોતાના ઘરમાં બાપ્પાનું ભવ્ય સ્વાગત કર્યું છે.


ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટના થશે છૂટાછેડા?

ઐશ્વર્યા શર્માએ પોતાના ઘરમાં બાપ્પાનું ભવ્ય સ્વાગત કર્યું ત્યારે તેના પતિ અને અભિનેતા નીલ અભિનેત્રી સાથેના ફોટામાં ક્યાંય જોવા મળ્યા ન હતા. ત્યારબાદ છૂટા પડવાના સમાચાર ફરી એકવાર જોર પકડ્યું છે. ઐશ્વર્યા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર ગણપતિ સ્થાપનના ફોટા શેર કર્યા છે. આ ફોટામાં ઐશ્વર્યા એકલા બાપ્પાની પૂજા કરતી જોવા મળી હતી. અભિનેત્રીએ આ ફોટા તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

આ પ્રસંગે ઐશ્વર્યા યેલો અને પિંક કલરના કોમ્બિનેશન સૂટમાં જોવા મળી હતી. અભિનેત્રીએ ગણપતિ બાપ્પાને ઘરે લાવવા અને ઉજવણીના 7 ફોટા શેર કર્યા હતા. પરંતુ આમાંથી કોઈ પણ ફોટામાં નીલ ભટ્ટ જોવા મળ્યો ન હતો અને ન તો તેણે કોઈ પણ ફોટામાં નીલને ટેગ કર્યો હતો.

ફેન્સે કર્યા આ સવાલો

ઐશ્વર્યા શર્મા એક પણ ફોટોઝમાં નીલ ભટ્ટ જોવા ન મળતા ફેન્સ પરેશાન થઈ રહ્યા છે અને વિવિધ સવાલો કરતા જોવા મળી રહ્યા છે. ફેન્સ ઐશ્વર્યા શર્માને સવાલ કરી રહ્યા છે કે, 'નીલ ક્યાં છે.. શું ખરેખર તમારા છૂટાછેડા થઈ ગયા છે?' તો બીજાએ કહ્યું કે, તમે તમારા પતિ નીલ સાથે કેમ ફોટોઝ શેર નથી કરતા.

તમને જણાવી દઈએ કે, નીલ અને ઐશ્વર્યા આ વર્ષે નવેમ્બરમાં લગ્નના 4 વર્ષ પૂર્ણ કરશે. પરંતુ બંને લાંબા સમયથી સાથે કોઈ પોસ્ટ શેર કરી રહ્યા નથી અને ન તો કોઈ ઉજવણીમાં સાથે જોવા મળી રહ્યા છે. જેના કારણે ઘણા મહિનાઓથી તેમના સંબંધોમાં ખટાશ આવી હોય એવી ચર્ચાઓ જોવા મળી રહી છે.


  • Follow us on: