બાલિકા વધુ ફેમ અવિકા ગોર ગર્ભાવસ્થાની અફવાઓને હેડલાઇન્સમાં છે. અભિનેત્રી અવિકાના પતિ મિલિંદ ચંદવાનીની પોસ્ટ બાદ સોશિયલ મીડિયામાં આ અટકળો શરૂ થઈ છે. બાલિકા વધુની આ અભિનેત્રી બાળકની અપેક્ષા રાખી રહી છે. વાસ્તવમાં અવિકા ગોર પ્રેગનન્ટ છે કે નહીં તે સામે આવ્યું નથી. પરંતુ આ કયુટ દંપતીના નિવેદન બાદ તેમના ઘરે પારણું બંધાશે તે સમાચારથી તેમના ચાહકો ખુશ થયા છે.
નવું વર્ષ તેમના ઘરે ખુશીઓ લાવશે, અવિકા ગોર
ગયા વર્ષે જ, અવિકાએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ મિલિંદ ચંદવાની સાથે ટીવી પર લાઈવ લગ્ન કર્યા હતા. લગ્નના એક વર્ષની અંદર જ અવિકા ગોર ખુશ ખબરી આપી રહી છે. તાજેતરના વ્લોગમાં, અવિકાએ ખુલાસો કર્યો કે 2026 તેના જીવનમાં મોટો ફેરફાર લાવશે. 2025 તેના માટે એક અદ્ભુત વર્ષ હતું, જે નવી શરૂઆતથી ભરેલું હતું. અભિનેત્રીએ કહ્યું કે નવું વર્ષ મારા માટે કંઈક સારું લઈને આવશે, અને તેઓ બંને ખૂબ જ ઉત્સાહિત છે. જયારે અવિકાના પતિ મિલિંદે કહ્યું કે આ એક એવું પરિવર્તન છે જેની અમે કલ્પના પણ નહોતી કરી. ના તો અમે કોઈ પ્રકારનું પ્લાનિંગ કર્યું હતું. અમે ક્યારેય તેના વિશે સ્વપ્ન પણ વિચાર્યું નહોતું કે આટલું જલદી આ થશે.
ટૂંક સમયમાં જ આ ખુશખબર આપીશું, અવિકા ગોર
અવિકા અને મિલિંદના આ નિવેદનથી સોશિયલ મીડિયા પર ચાહકો સતત અનુમાન લગાવી રહ્યા છે કે આ દંપતી તેમના પહેલા બાળકની અપેક્ષા રાખી રહ્યું છે. અવિકાએ કહ્યું, "જ્યારે અમે આ નિર્ણય લીધો, ત્યારે અમને ખબર હતી કે તેની ટીકા થશે, અને અમને આશ્ચર્ય થયું નહીં. બાળપણથી જ, હું હંમેશા મારા નિર્ણયોમાં અલગ રહી છું. અવિકાએ ટૂંક સમયમાં જ આ ખુશખબર તેના યુટ્યુબ પરિવાર સાથે શેર કરવાનું વચન આપ્યું હતું. સોશિયલ મીડિયા યુઝર્સે કોમેન્ટ સેક્શનમાં તેમના વ્લોગ પર ટિપ્પણીઓ પણ કરી. મિલિંદ અને અવિકાએ રિયાલિટી શો પતિ પત્ની ઔર પંગામાં ભવ્ય લગ્ન કર્યા હતા.
આ પણ વાંચો : TMKOCમાં પરત ફરશે દિશા વાંકાણી? કોસ્ટાર એક્ટરે કર્યો મોટો ખુલાસો