બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન ફિલ્મની સાથે અફેરના કારણે ચર્ચાનો વિષય રહ્યા છે. સલમાન ખાન હંમેશા ખુલીને પોતાના સબંધો વિશે બોલતા જોવા મળે છે. હવે અભિનેતાનું એક જૂનું ઈન્ટરવ્યું સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
શું સલમાન કેટરિના પત્ની માનતો?
સલમાન ખાન શો હોસ્ટ કરતો જોવા મળે છે અને કેટરિના કૈફ-અક્ષય કુમાર મહેમાન તરીકે પ્રવેશ કરે છે. ત્યાર બાદ સલમાન ખાન કેટરિના કૈફને કહે છે કે, જેમ તમે મારા ઘરે આવ્યા છો, હું હોસ્ટ છું તમે મને ગળે લગાવી શકો છો. આના પર અક્ષય કુમાર તરત જ મજાક ઉડાવે છે. ત્યારે હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલી ક્ષણ એ હતી જ્યારે સલમાન ખાને કહ્યું કે, શું તમે તમારી પત્નીને બધું કહો છો? આના પર અક્ષય થોડીવાર માટે ચૂપ થઈ જાય છે.
સલમાનનો જૂનો વીડિયો વાયરલ
અક્ષય કુમારના મૌન બાદ સલમાન ખાન મજાકમાં કહે છે કે, હું કંઈ કહેતો નથી. ત્યાર બાદ અક્ષય કુમાર પ્રેક્ષકો તરફ ફરીને પૂછે છે કે, અહીં કેટલા લોકો તેમની પત્નીઓને બધું કહે છે અને અહીંથી વીડિયોમાં ધ્યાન કેટરિના તરફ જાય છે જે હસતી હોય છે. લોકો આ વીડિયો પર કહી રહ્યા છે કે, સલમાન ખાન અને કેટરિના કૈફની જોડી હંમેશા સૌથી સુંદર દેખાતી હતી. લોકો કહી રહ્યા છે કે, સલમાન ખાન કેટરિના કૈફ પોતાની પત્નીની જેમ રાખતો, સલમાન ખાન અને કેટરિના કૈફની જોડી મને ખૂબ જ ગમતી હતી.
સલમાન ખાન અને કેટરિના કૈફની કેમિસ્ટ્રી
આ વીડિયો ઘણો જૂનો હોવા છતાં સલમાન ખાનની શૈલી અને શબ્દોએ ફરી એકવાર જૂની યાદો તાજી કરી દીધી છે. ભલે તે માત્ર મજાક હોય કે લાગણીઓની ઝલકની ફેન્સ ખૂબ ચર્ચા કરી રહ્યા છે. સલમાન ખાન અને કેટરિના કૈફ વચ્ચેની કેમિસ્ટ્રી હંમેશા લોકોનું ધ્યાન ખેંચે છે. વર્ષ 2009માં સલમાન ખાન અને કેટરિના કૈફનું બ્રેકઅપ થયું. એવું કહેવાય છે કે કેટરિના કૈફ ધીમે ધીમે અભિનેતા રણબીર કપૂરની નજીક આવી રહી હતી. એક સમયે, કેટરિનાએ સલમાન ખાનથી દૂરી બનાવી અને રણબીર કપૂર સાથે સંબંધ આવી હતી.













