બોલીવુડ અભિનેતા સુનીલ શેટ્ટી ફરી એકવાર પોતાના શબ્દોને કારણે ચર્ચામાં આવ્યા છે. હાલના ઇન્ટરવ્યુમાં તેમણે કંઈક એવું કહ્યું જેનાથી હોબાળો મચી ગયો છે. અગાઉ પણ તેઓ તેમની પુત્રી આથિયા શેટ્ટીના ડિલિવરી અંગેના વિવાદાસ્પદ નિવેદનને કારણે ચર્ચામાં રહ્યા છે. તે સમયે લોકોએ તેમની ખૂબ ટીકા કરી હતી અને હવે ફરી એકવાર તેઓ મહિલાઓ વિશેના તેમના વિવાદાસ્પદ નિવેદનને કારણે ચર્ચામાં છે.
'પતિ કામ કરે, પત્ની બાળકો સંભાળે: સુનિલ શેટ્ટી
સુનિલ શેટ્ટી ટૂંક સમયમાં હેરાફેરી 3માં જોવા મળશે. અભિનેતાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, સ્ત્રીઓએ બાળકોની સંભાળ રાખવી જોઈએ જ્યારે પુરુષોએ બહાર જઈને તેમના કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અભિનેતાનો આ ઇન્ટરવ્યુ બહાર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર તેમની ટીકા થવા લાગી અને લોકોએ તેમને જોરદાર ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. હકીકતમાં અભિનેતા પોતાના ઇન્ટરવ્યુમાં પરિવાર અને લગ્ન વિશે વાત કરી રહ્યા હતા. સુનિલ શેટ્ટી લગ્ન પર ગુરુ મંત્ર આપી રહ્યા હતા. સુનિલ શેટ્ટીએ કહ્યું હતું કે લગ્ન પછી એકબીજાને સમજવામાં સમય લાગે છે. પરંતુ આજના બાળકોમાં લગ્ન પછી એકબીજાને સમજવા માટે પૂરતો સમય આપવાની ધીરજ નથી તેથી જ ઘણા છૂટાછેડા થઈ રહ્યા છે.
સુનિલ શેટ્ટીના નિવેદનથી છેડાયો વિવાદ
સુનિલ શેટ્ટી વધુમાં કહ્યું હતું કે, આજના બાળકોમાં એટલી ધીરજ નથી. લગ્ન એક સમય પછી સમાધાન બની જાય છે. જ્યાં તમારે એકબીજાને સમજવાનું હોય છે. તમારે એકબીજા માટે જીવવું પડે છે. અભિનેતાએ વધુમાં જણાવ્યું હતું કે, બાળક આવે છે અને પત્ની માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે પતિ કારકિર્દી બનાવશે અને હું બાળકની સંભાળ રાખી રહી છું. પતિ સાથે મળીને તેનું ધ્યાન રાખશે. પરંતુ આજકાલ દરેક વસ્તુનું ખૂબ દબાણ છે. અભિનેતાના આ વાહિયાત શબ્દો સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા પસંદ કરવામાં આવ્યા નથી. લોકોએ તેને ખૂબ ટ્રોલ કર્યો છે.