બોલીવુડના 'સિંઘમ' એટલે કે અજય દેવગણ ફરી એકવાર પોતાના અસલી અંદાજમાં મોટા પડદા પર ધમાલ મચાવવા તૈયાર છે. 'ફૂલ ઔર કાંટે', 'સિંઘમ' અને 'ભોલા' જેવી ફિલ્મોમાં પોતાના પાવરફુલ એક્શનથી દર્શકોના દિલ જીતનારા અજય દેવગણે તાજેતરમાં જ પોતાની નવી માસ એન્ટરટેઈનર એક્શન ફિલ્મની સત્તાવાર જાહેરાત કરી છે.તેમણે પોતાના પિતા અને બોલીવુડના દિગ્ગજ એક્શન ડાયરેક્ટર વીરુ દેવગનના જન્મદિવસના ખાસ અવસરે આ નવી ફિલ્મ "ચૌહાન" નું ટીઝર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. અજય દેવગણને ફરીથી આ દબંગ શૈલીમાં પાછા ફરતા જોવા માટે ચાહકો ભારે ઉત્સાહિત છે.
ચૌહાણના ટીઝરમાં કાશ્મીરની ઝલક અને સસ્પેન્સ
રિલીઝ થયેલું ૨ મિનિટ અને ૨૪ સેકન્ડનું આ એનાઉન્સમેન્ટ ટીઝર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. ટીઝરની શરૂઆતમાં કાશ્મીરની પૃષ્ઠભૂમિ બતાવવામાં આવી છે, જ્યાં કેટલાક તોફાની તત્વો પથ્થરબાજી અને હથિયારો વડે ભારતીય સેનાના જવાનો પર હુમલો કરતા જોવા મળે છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે ફિલ્મના મુખ્ય નાયક "ચૌહાન" નો પરિચય કરાવવામાં આવે છે, જે દેશની સુરક્ષા અને આતંકવાદીઓની સમસ્યાના કાયમી ઉકેલ તરીકે સામે આવે છે.
'જુમ્મા ચુમ્મા' ની ધૂન અને અજય દેવગણનો નવો લુક
ટીઝરનો સૌથી મોટો હાઇલાઇટ પોઇન્ટ અજય દેવગનની દમદાર એન્ટ્રી છે. બેકગ્રાઉન્ડમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના સુપરહિટ ગીત "જુમ્મા ચુમ્મા દે દે" ની ધૂન વાગે છે અને અજય દેવગન માસ્કથી અડધો ચહેરો ઢાંકીને મેદાનમાં ઉતરે છે. તેની પાસે એક સામાનની બેગ (ટ્રાવેલ બેગ) છે, જેના પર એક ખાસ ડેક રાખેલું જોવા મળે છે. ટીઝરમાં અજય દેવગનનો આ પાત્ર 'ચૌહાન' કાશ્મીરમાં બળવાખોરી અને આતંકવાદની સમસ્યાને જડમૂળથી ખતમ કરવાનું વચન આપતો દેખાય છે, જે ફિલ્મને લઈને સસ્પેન્સ અને રોમાંચ વધારે છે.
ચૌહાણનું ટ્રેલર...શાહરૂખ ખાન પર તંજ
ફિલ્મના ટીઝરમાં એક ડાયલોગ ફેન્સને ખૂબ પસંદ આવ્યો. જેમાં ટીઝરના અંતે કાશ્મીરના લુકમાં અજય બોલે છે, "પઠાણોને કહો, ચૌહાણ આવી રહ્યા છે." અજય દેવગણનો આ ડાયલોગ બોલવાની સ્ટાઈલ ફેન્સને ખૂબ પસંદ આવ્યો. સાથે કેટલાક લોકોને આશ્ચર્ય પણ થયું કે શું અજય દેવગન શાહરૂખ ખાનની ફિલ્મ "પઠાણ" પર કટાક્ષ કરી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, "શાનદાર જાહેરાત #CHAUHAAN, શું ડાયલોગ ડિલિવરી, શાનદાર, સામૂહિક મનોરંજન. અજય દેવગણની સ્ક્રીન હાજરી." બીજાએ લખ્યું, "આખરે OG બોસ આવી ગયો છે, ટીઝર અદ્ભુત છે."
આ પણ વાંચો : Akshay Kumarની 'વેલકમ ટુ ધ જંગલ' સિનેમાઘરોમાં રિલીઝ, દર્શકોએ ગણાવી 'પૈસા વસૂલ' કોમેડી ફિલ્મ