સિનેમાઘરોમાં આ વીકેન્ડ બોક્સ ઓફિસ પર જોરદાર હલચલ જોવા મળી છે. શાહિદ કપૂરની રોમેન્ટિક ડ્રામા 'કોકટેલ 2' અને સામંથા રૂથ પ્રભુની 'મા ઇન્તી બંગારામ' બંને ફિલ્મોએ પોતાના ઓપનિંગ વીકેન્ડમાં દર્શકોને આકર્ષવામાં મોટી સફળતા મેળવી છે. "કોકટેલ 2" એ રવિવારના મજબૂત કલેક્શન સાથે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી. જયારે ઇમ્તિયાઝ અલીની "મૈં વાપસ આઉંગી" ની કમાણીમાં પણ ઉછાળો જોવા મળ્યો. રવિવારે શાહિદની કોકટેલ-2 ફિલ્મની સામંથાની 'મા ઇન્તી બંગારામ'  સહિત થોડા અઠવાડિયા જૂની ફિલ્મો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી. જાણો બોક્સ ઓફિસ પર રવિવારના દિવસે કોણે બાજી મારી.


કોકટેલ 2' શાહિદ-રશ્મિકાની જોડીનો જાદુ

શાહિદ કપૂર, રશ્મિકા મંદાના અને કૃતિ સેનન સ્ટારર રોમેન્ટિક ડ્રામા 'કોકટેલ 2' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. શુક્રવારે શાનદાર ઓપનિંગ કર્યા બાદ, શનિવાર અને રવિવારે ફિલ્મની કમાણીમાં સતત વધારો જોવા મળ્યો છે. આ ફિલ્મે રિલીઝ થયાના દિવસે ૧૩.૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.જયારે બીજા દિવસે, તેની કમાણીમાં તીવ્ર વધારો થયો હતો. SacNilk ના શરૂઆતના ટ્રેન્ડ રિપોર્ટ મુજબ, 'કોકટેલ 2' એ તેની રિલીઝના ત્રીજા દિવસે એટલે કે રવિવારે 17.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 'કોકટેલ 2' એ માત્ર ત્રણ દિવસમાં શાહિદ કપૂરની 2025 ની ફિલ્મ 'દેવા' ના લાઈફટાઈમ કલેક્શન (₹34.37 કરોડ) ને પાછળ છોડી દીધું છે.

દર્શકોને પસંદ આવી કોકેટલ-2ની સ્ટોરી

ભારતમાં ત્રણ દિવસમાં 'કોકટેલ 2' ની કુલ કમાણી 47.50 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. કોકટેલ-2માં કુણાલ, દિયા અને એલીની વાર્તા છે. કોલેજ સમયથી કુણાલ (શાહિદ) અને દિયા (રશ્મિકા) એકબીજાના પ્રેમમાં છે પરંતુ લગ્નની પ્રતિબદ્ધતાથી દૂર ભાગે છે. સિસિલીમાં વેકેશન દરમિયાન તેમની મુલાકાત એલી (કૃતિ) સાથે થાય છે, જેના પછી તેમની લવ લાઈફમાં વફાદારીની અસલી કસોટી શરૂ થાય છે. આ ફિલ્મની સ્ટોરી યુવાનોને વધુ સ્પર્શી રહી છે. કારણ કે કોલેજ દરમિયાન થતો લવ ખરેખર પ્રેમ છે કે પછી ફક્ત આર્કષણ તે સમય સાથે જ ખ્યાલ આવે છે. તેમની પસંદગી અને વિચારો એકબીજાને પસંદ આવે છે કે નહી તે ધીરે-ધીરે ખ્યાલ આવતા બંને વચ્ચે અંતર વધે છે.

રવિવારે મા ઇન્તી બંગારામે કેટલું કલેક્શન કર્યું?

સામંથા રૂથ પ્રભુની મા ઇન્તી બંગારામ પણ સારું પ્રદર્શન કરી રહી છે. તેણે 5.35 કરોડ સાથે શરૂઆત કરી હતી અને બીજા દિવસે પણ 7.65 કરોડનું કલેક્શન કર્યું હતું. ત્રણ વર્ષના લાંબા વિરામ બાદ મોટા પડદા પર પરત ફરેલી સામંથા રૂથ પ્રભુની એક્શન-ફેમિલી ડ્રામા 'મા ઇન્તી બંગારામ' ને ખાસ કરીને તેલુગુ રાજ્યોમાં અદભુત પ્રતિસાદ મળી રહ્યો છે. બી.વી. નંદિની રેડ્ડી દ્વારા નિર્દેશિત આ ફિલ્મે રવિવારે કમાણીમાં મોટો ઉછાળો નોંધાવ્યો છે. ભારતમાં ત્રણ દિવસમાં મા ઇતિ બંગારામની ચોખ્ખી કમાણી હવે 23.10 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. કોકટેલ-2 અને મા ઇન્તી બંગારામ બંને ફિલ્મોની મજબૂત ગતિ જોતા લાગી રહ્યું છે કે આગામી અઠવાડિયાના દિવસોમાં (Weekdays) પણ બોક્સ ઓફિસ પર આ કમાણીનો સિલસિલો યથાવત રહેશે.


આ પણ વાંચો : Kantaraની એક્ટ્રેસ રુક્મિણી વસંતના બનાવાઈ રહ્યા હતા ડીપફેક વીડિયો, સાયબર ક્રાઇમે 3 આરોપીઓની કરી ધરપકડ


  • Follow us on: