ડલાસના રહેવાસી પ્રખ્યાત કોમેડિયન રાજ શર્માનું 24 એપ્રિલ, 2026ના રોજ 50 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનના સમાચાર તે કોમેડી ક્લબોમાંથી એક દ્વારા શેર કરવામાં આવ્યા છે જ્યાં તેઓ પરફોર્મ કરતા હતા. હવે અભિનેતા-કોમેડિયન વીર દાસે ઇન્સ્ટાગ્રામ પર પોતાના મિત્ર રાજના નિધન પર શોક વ્યક્ત કરતા એક ઇમોશનલ નોટ શેર કરી છે અને આ પોસ્ટમાં તેમણે તેમની મુલાકાતનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ બંને વચ્ચેનો બોન્ડ કેટલો સારો હતો તે પણ જણાવ્યું છે.


વીર દાસના મિત્ર રાજ શર્માનું નિધન

રાજ શર્મા સાથે વિતાવેલી યાદગાર ક્ષણોને યાદ કરતા વીર દાસે લખ્યું, રાજ શર્માએ મને લાફ ફેક્ટરીમાં મારી પ્રથમ તક અપાવી હતી. તેમણે મને વિશ્વાસ અપાવ્યો હતો કે હું અમેરિકન માર્કેટમાં સ્પર્ધા કરવા માટે પૂરતો સક્ષમ છું. તેમણે મને શ્રેષ્ઠ સલાહ આપી અને મને ખૂબ હસાવ્યો. તેઓ એક જબરદસ્ત કોમેડિયન હતા. તેમનું ક્રાઉડ વર્ક એવું હતું જેને હું આજે પણ બેજોડ માનું છું.


રાજ શર્માના અવસાનથી વીર દાસ દુઃખી

અભિનેતા વીરે આગળ લખ્યું કે તેઓ હંમેશા રાજનું આ ઋણ ચૂકવવા માંગતા હતા, તેથી વિયર્ડએઝ પજામા ફેસ્ટિવલ અને જેસ્ટિનેશન અનનોનમાં તેમણે સૌથી પહેલા રાજને જ સામેલ કર્યા હતા. કોમેડિયને એમ પણ લખ્યું કે તેમનો વ્યવસાય લોકોને કઠોર બનાવી શકે છે અને આ એક એકલતાભર્યો વ્યવસાય છે. વીર દાસે પોતાની નોટના અંતે લખ્યું, તું એક સારો મિત્ર હતો. એક કોમેડિયન હોવાને નાતે હું તને કોમેડિયન્સની દુનિયાની સૌથી મોટી પ્રશંસા સાથે વિદાય આપું છું: તારા પછી પરફોર્મ કરવું લગભગ અશક્ય હતું. તારા આત્માને શાંતિ મળે, ભાઈ.


રાજ શર્માની છેલ્લી પોસ્ટ વાયરલ

રાજ શર્માના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ તેઓ હોસ્પિટલમાંથી ઇન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરી રહ્યા હતા. તેમની છેલ્લી પોસ્ટ 7 એપ્રિલ, 2026ના રોજ હતી, જેમાં તેમણે લખ્યું હતું, આ વખતે માત્ર 2 લિટર ફ્લુઈડ. મેં 2.5 લિટરથી વધુનો અંદાજ લગાવ્યો હતો. મારે IR સ્ટાફને લંચ કરાવવાનું છે. ઇસ્ટરના અવસર પર તેમણે શેર કર્યું હતું, જે પણ લોકો ઇસ્ટર ઉજવી રહ્યા છે, મારી તરફથી આપ સૌને ઇસ્ટરની શુભકામનાઓ, સીધા ICUમાંથી.

આ પણ વાંચો : TMKOC : 18 વર્ષ બાદ તારક મહેતા છોડશે બાપુજી? શોમાં બતાવ્યો મોતનો ટ્રેક, જેઠાલાલની ચીસોથી ફેન્સ ફફડી ઉઠ્યા!

  • Follow us on: