ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચના કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે. આ વખતે અભિનેત્રી ડેઝી શાહે પોતાનો ચોંકાવનારો અનુભવ શેર કર્યો છે. ડેઝી શાહે ખુલાસો કર્યો કે બોલીવુડ ડેબ્યૂના ઘણા સમય પહેલા જ્યારે તે કરિયરની શરૂઆત કરી રહી હતી, ત્યારે એક સાઉથ ફિલ્મમેકરે તેને મુંબઈમાં ઓડિશન માટે બોલાવી હતી. આ દરમિયાન તેની સાથે જે બન્યું તે જાણીને તમે પણ હેરાન થઈ જશો.


ફિલ્મમેકરે અભિનેત્રીને ખોટી રીતે સ્પર્શ કર્યો

ડેઝી શાહે ધ ફ્રી પ્રેસ જર્નલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે એક સાઉથ ઇન્ડિયન ફિલ્મમેકર સાથેની કાસ્ટિંગ મીટિંગ દરમિયાન તેને ખૂબ જ અસહજ અનુભવ થયો હતો. ડેઝીએ જણાવ્યું કે, સાઉથના એક ફિલ્મમેકરે મારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું. તે કાસ્ટિંગ માટે મુંબઈ આવ્યા હતા અને લગભગ છ-સાત છોકરીઓ તેમને મળવા ગઈ હતી. તેઓ દરેક છોકરીને અલગથી મળી રહ્યા હતા, પરંતુ મને તેનું વર્તન જરાય પસંદ ન આવ્યું કારણ કે તેણે મને સ્પર્શ કર્યો અને મારો હાથ પકડી રાખ્યો હતો.

સ્પર્શથી ડર લાગે છે ડેઝીને

ડેઝીએ આગળ ઉમેર્યું કે, મને હંમેશાથી લોકોના સ્પર્શથી ડર લાગે છે. હું મસાજ પણ કરાવતી નથી કારણ કે મને કોઈનો સ્પર્શ પસંદ નથી, પછી ભલે તે કોઈ મહિલા જ કેમ ન હોય. તેથી મને આ વાત જરાય સારી ન લાગી. મેં તેને કહ્યું કે હું તને પછી જણાવીશ, પણ મેં તેને ક્યારેય જવાબ આપ્યો નહીં. જોકે, ડેઝીએ તે ફિલ્મમેકરનું નામ જાહેર કર્યું નથી.

સલમાન ખાનની ફિલ્મથી મેળવી ખ્યાતિ

ડેઝી શાહે પોતાની કરિયરની શરૂઆત જાણીતા કોરિયોગ્રાફર ગણેશ આચાર્યના આસિસ્ટન્ટ તરીકે કરી હતી. તેણે કન્નડ સિનેમામાં ભદ્રા અને બોડીગાર્ડ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. બોલીવુડમાં તેને સલમાન ખાનની ફિલ્મ જય હોથી મોટી ઓળખ મળી અને ત્યારબાદ તે હેટ સ્ટોરી 3માં પણ જોવા મળી હતી. અભિનય ઉપરાંત તેણે ડાન્સ રિયાલિટી શો અને વેબ સીરીઝમાં પણ કામ કર્યું છે.

ડેઝી શાહની આગામી ફિલ્મ

ડેઝી શાહ ટૂંક સમયમાં પલાશ મુચ્છલ દ્વારા નિર્દેશિત એક થ્રિલર ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે શ્રેયસ તલપડે પણ મહત્વની ભૂમિકામાં હશે.

આ પણ વાંચો- TRP : શું તારક મહેતા શો ટોપ 5માંથી પણ બહાર થઈ ગયો? નંબર વન પર જાણો કયો શો છે હિટ!

  • Follow us on: