બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સની દેઓલ અને અક્ષય ખન્નાની આગામી મોસ્ટ-અવેટેડ ફિલ્મ "ઇક્કા" નું શાનદાર ટ્રેલર સોમવારે મુંબઈમાં રિલીઝ કરવામાં આવ્યું છે. સિદ્ધાર્થ પી. મલ્હોત્રા દ્વારા દિગ્દર્શિત આ એક્શન-ડ્રામા ફિલ્મ આગામી ૧૦ જુલાઈના રોજ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર પ્રીમિયર થવા માટે તૈયાર છે. મુંબઈમાં યોજાયેલા ભવ્ય ટ્રેલર લોન્ચ દરમિયાન ફિલ્મની સ્ટાર કાસ્ટ હાજર રહી હતી, જેમાં સની દેઓલ, દિયા મિર્ઝા અને તિલોત્તમા શોમ જોવા મળ્યા હતા. 


દિયા મિર્ઝાના ખુલાસો પર સનીનો મજેદાર જવાબ

ફિલ્મમાં સની દેઓલની પત્નીની ભૂમિકા ભજવી રહેલી અભિનેત્રી દિયા મિર્ઝાએ ટ્રેલર લોન્ચ દરમિયાન એક રસપ્રદ ખુલાસો કર્યો હતો. દિયાએ જણાવ્યું કે ફિલ્મમાં તેનો પહેલો જ સીન અક્ષય ખન્ના સાથે હતો અને તે સીનમાં તેણે અક્ષયને થપ્પડ મારવાની હતી. પોતાનો ડર વ્યક્ત કરતા દિયાએ મજાકમાં કહ્યું, "પહેલા મને એ કહો કે અક્ષય ખન્નાને થપ્પડ મારવા બદલ શું હું કોઈ મુશ્કેલીમાં મુકાઈશ? મને બહુ ડર લાગે છે કારણ કે તેના અસંખ્ય ચાહકો છે."

તું મારી પત્ની છે કેમ ડરે છે..સની દેઓલ

દિયાની આ વાત સાંભળીને સની દેઓલે તુરંત જ પોતાના અંદાજમાં પ્રતિક્રિયા આપતા કહ્યું, "તું આટલી ચિંતિત કેમ થાય છે? તું ફિલ્મમાં મારી (સની દેઓલની) પત્નીનો રોલ કરી રહી છે." સની દેઓલનો આ દમદાર અને મજેદાર ડાયલોગ સાંભળીને ત્યાં હાજર તમામ લોકોએ જોરદાર તાળીઓ પાડી હતી અને દિયા પણ હસી પડી હતી.

વર્ષો પછી 'બોર્ડર' જોડીનું કમબેક

"ઇક્કા" ફિલ્મની સૌથી મોટી ખાસિયત એ છે કે સુપરહિટ ફિલ્મ 'બોર્ડર' ના વર્ષો પછી સની દેઓલ અને અક્ષય ખન્ના ફરી એકસાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. ફિલ્મમાં સની દેઓલ 'અર્જુન મહેરા' નામના મુખ્ય પાત્રમાં નજર આવશે. દર્શકો આ શાનદાર સ્ટાર કાસ્ટવાળી ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ઇક્કા ફિલ્મના ટ્રેલર લોન્ચમાં ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા અક્ષય ખન્ના હંમેશની જેમ આ મોટી ઇવેન્ટથી પણ દૂર રહ્યા હતા. તેઓ બોલિવૂડની પાર્ટીઓ, એવોર્ડ શો અને પ્રમોશનલ ઇવેન્ટ્સથી અંતર જાળવી રાખવા માટે જાણીતા છે.


આ પણ વાંચો : Box Office: મંડે ટેસ્ટમાં અક્ષયની 'વેલકમ ૩'ની જોરદાર કમાણી, જાણો શાહિદની 'કોકટેલ-2' અને મા ઇન્તી બંગારામ ફલોપ કે હિટ

  • Follow us on: