અભિનેત્રી દિશા વકાણીને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી જબરદસ્ત નામના મળી. આ શોમાં તેણે વર્ષો સુધી દયાબેનનું પાત્ર ભજવ્યું હતું. આ શોએ તેને ટીવીની હાઈએસ્ટ પેઈડ અભિનેત્રીઓમાંથી એક બનાવી દીધી હતી. પરંતુ શું તમે જાણો છો કે ટીવી પહેલા અભિનેત્રીએ ફિલ્મોમાં પણ કામ કર્યું છે?
દિશા વકાણીએ ફિલ્મોમાં કર્યું કામ
અભિનેત્રીએ 2008માં ઐશ્વર્યા રાયની ફિલ્મ જોધા અકબરમાં સપોર્ટિંગ રોલ ભજવ્યો હતો. આ સિવાય તેણે દેવદાસ, મંગલ પાંડે જેવી ફિલ્મો પણ કરી હતી. જોકે, તેમને ફિલ્મોમાં એવી સફળતા ન મળી જે ટીવીએ અપાવી.













