ધુરંધરમાં રણવીર સિંહની હિરોઈન બનતી સારા અર્જુને ઇન્સ્ટાગ્રામ પર હૃદયસ્પર્શી પોસ્ટ શેર કરી. બોક્સ ઓફિસ પર ધુરંધર ફિલ્મ સુપરહિટ થતા તમામ પાત્રો લોકપ્રિય થયા. જયારે રણવીરની હિરોઈન સારા અને અભિનેતા વચ્ચે 20 વર્ષના તફાવત હતો. ઉંમરના તફાવતના કારણે સારા અર્જુન સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં રહી. તાજેતરમાં જ સારા અર્જુને પોતાની આગામી ફિલ્મને લઈને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી હતી. અભિનેત્રીએ સિનેમાઘરમાં રિલીઝ થયેલ પોતાની ફિલ્મ યુફોરિયાને લઈને ભાવનાત્મક નોંધ લખી.


સારા અર્જુનની હૃદયસ્પર્શી પોસ્ટ થઈ વાયરલ

સોશિયલ મીડિયામાં સારા અર્જુનની પોસ્ટ વાયરલ થઈ છે. સારાએ પોસ્ટમાં લખ્યું કે કેટલીક વાર્તાઓ ફક્ત તમને પસંદ કરતી નથી, પરંતુ લાંબા સમય સુધી તમારા હૃદયમાં રહે છે. આ ફિલ્મ તેની પાસે ત્યારે આવી જ્યારે તેના માટે કંઈ સ્પષ્ટ નહોતું. પરંતુ તે જ સમયે, તે ઘણી આશાઓ અને શક્યતાઓથી ભરેલો સમય હતો. સારાએ દિગ્દર્શક ગુણશેખર અને નિર્માતા નીલિમા ગુનાનો આભાર માન્યો.અભિનેત્રીએ કહ્યું કે તેઓએ તેના પર વિશ્વાસ કર્યો અને તેના કારણે જ તે આ ફિલ્મમાં સારું પરફોર્મન્સ આપી શકી. જણાવી દઈએ કે સારા અર્જુનની ફિલ્મ યુફોરિયા સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં ભૂમિકા ચાવલા અને સારાના અભિનયની ખૂબ પ્રશંસા થઈ રહી છે. 

કોણ છે રણવીરની હિરોઈન સારા અર્જુન

સારા અર્જુન ધુરંધર ફિલ્મથી રાતોરાત લોકપ્રિય થઈ. પરંતુ તેની પ્રથમ ફિલ્મ નથી. સારાએ બહુ નાની ઉંમરથી ટીવી જાહેરાતોથી પોતાની કારકિર્દી શરૂ કરી હતી. તેણે મેકડોનાલ્ડ્સ અને મેગી જેવી જાણીતી બ્રાન્ડ્સ માટે 100 થી વધુ જાહેરાતો કરી છે. તમિલ ફિલ્મ 'દૈવા થીરુમગલ'માં બાળ કલાકાર તરીકે અભિનય કરીને ઘણી લોકપ્રિયતા મેળવી હતી. આ ઉપરાંત, તેણે ઐશ્વર્યા રાય બચ્ચન સ્ટારર 'પોનીયિન સેલવાન' માં યુવાન 'નંદિની' નું પાત્ર ભજવ્યું હતું. સારા અર્જુન જાણીતા અભિનેતા રાજ અર્જુનની પુત્રી છે, જેમણે 'સીક્રેટ સુપરસ્ટાર' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.


આ પણ વાંચો : Live Concertમાં પરફોર્મન્સ વચ્ચે અચાનક સોનુ નિગમ રોક્યો કોન્સર્ટ, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

  • Follow us on: