અર્જુન બિજલાનીએ તાજેતરમાં જ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક ઈમોશનલ વીડિયો શેર કર્યો છે, જેમાં તેને જીવનમાં મુશ્કેલ નિર્ણય લેવાનો ઉલ્લેખ કર્યો છે અને અલગ રસ્તો પસંદ કરવાની હિન્ટ આપી છે.
આ કારણે ઘણા લોકોએ અનુમાન લગાવ્યું હતું કે કદાચ તે 'બિગ બોસ 19' માં એન્ટ્રી કરશે અથવા તે છૂટાછેડા વિશે વાત કરી રહ્યો છે. પરંતુ આ વીડિયોના થોડા દિવસો પછી, ટીવી એક્ટર અર્જુને તેની પત્ની નેહા સ્વામી બિજલાની સાથેનો એક રોમેન્ટિક વીડિયો શેર કરીને આ ચર્ચાઓનો અંત લાવ્યો.
અર્જુન બિજલાની અને નેહા સ્વામીના થશે છૂટાછેડા?
અર્જુન બિજલાનીએ પત્ની નેહા સ્વામી સાથે છૂટાછેડાની ચર્ચાઓને નકારી કાઢી હતી. 23 ઓગસ્ટ શનિવારના રોજ અર્જુને તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો અને લખ્યું કે 'મેં છેલ્લા વીડિયોમાં જે કંઈ કહ્યું હતું, તેનો અર્થ કંઈક બીજો જ હતો. આ સિવાય મેં કહ્યું હતું કે અનુમાન ન લગાવો, તેથી હું સ્પષ્ટ કરી દઉં કે ન તો હું બિગ બોસ કરી રહ્યો છું અને ન તો છૂટાછેડા લઈ રહ્યો છું... બસ આગળ વધી રહ્યો છું.' અર્જુન દ્વારા પોસ્ટ કરાયેલા વીડિયોમાં તેને નેહા સાથેની રોમેન્ટિક ક્ષણો શેર કરી છે.
અર્જુન બિજલાનીના વાયરલ વીડિયોનું સત્ય
આ વીડિયોમાં અર્જુન કહેતો સંભળાય છે, 'મને અને મારા પરિવારને હંમેશા સપોર્ટ આપવા બદલ આભાર અને તમે લોકો જાણો છો કે મારો પરિવાર મારા માટે ખાસ કરીને મારી પત્ની અને મારા પુત્ર માટે કેટલો મહત્વપૂર્ણ છે... તેઓ હંમેશા મારી સાથે રહ્યા છે.' તેને આગળ વધુમાં કહ્યું કે 'તેઓ મારા બધા ઉતાર-ચઢાવમાં મારી સાથે રહ્યા છે. પરંતુ ચોક્કસ સંજોગોને કારણે મારે એક અલગ રસ્તો પસંદ કરવો પડ્યો. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું ક્યારેય આવું કરીશ. પરંતુ મેં વિચાર્યું કે તમે બીજે ક્યાંકથી આ જાણો તે પહેલાં મારે તમારી સાથે આ શેર કરવું જોઈએ. તે મારા દિલની ખૂબ નજીક છે.'
એક્ટરને પોતાના નિર્ણય પર થયો પસ્તાવો
અર્જુન બિજલાનીએ એમ પણ કહ્યું કે 'જીવનમાં ક્યારેક એવા સંજોગો આવે છે કે તમારે કઠિન નિર્ણયો લેવા પડે છે અને આ મેં લીધેલા સૌથી કઠિન નિર્ણયોમાંનો એક છે. હંમેશા મારી સાથે રહેવા બદલ આભાર. હું મીડિયાને પણ વિનંતી કરું છું કે કોઈ પણ અટકળો ન કરે. હું તમને આ વિશે ખૂબ જ ટૂંક સમયમાં સંપૂર્ણ માહિતી આપીશ. આભાર.'
અર્જુન બિજલાનીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે લાફ્ટર શેફ્સ - અનલિમિટેડ એન્ટરટેઈનમેન્ટ સીઝન 1 માં જોવા મળ્યો હતો. પરંતુ તેને હજુ સુધી તેના નવા પ્રોજેક્ટ વિશે કોઈ અપડેટ આપ્યું નથી.