ઈંગ્લેન્ડ પ્રવાસ પર ધૂમ મચાવ્યા બાદ મોહમ્મદ સિરાજ ફરી એકવાર ચર્ચામાં છે. મોહમ્મદ સિરાજે ટીમ ઈન્ડિયા માટે ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચમાં 23 વિકેટ લીધી હતી. તેને ખાસ કરીને ઓવલમાં શાનદાર બોલિંગ કરી હતી.
ઈંગ્લેન્ડથી પરત ફર્યા બાદ રક્ષાબંધનના તહેવારે તેનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તે રાખડી બંધાવી રહ્યો છે. ફેન્સને મોહમ્મદ સિરાજનો આ ક્યૂટ વીડિયો પણ પસંદ આવી રહ્યો છે, પરંતુ તે રાખડી કોની જોડે બંધાવી રહ્યો છે તે ચર્ચાનો વિષય બની રહ્યો છે.
થોડા મહિના પહેલા તે જ વ્યક્તિ સાથે મોહમ્મદ સિરાજના અફેરની ચર્ચા થઈ હતી જે સિરાજને રાખડી બાંધી રહી છે. મોહમ્મદ સિરાજ ઘણી વખત તેની સાથે જોવા મળ્યો હતો. આ બીજું કોઈ નહીં પણ સિંગર આશા ભોંસલેની પૌત્રી જનાઈ ભોંસલે છે.
જનાઈ ભોંસલેએ મોહમ્મદ સિરાજને બાંધી રાખડી
મોહમ્મદ સિરાજ મુંબઈમાં ઘણી વખત જનાઈ સાથે જોવા મળ્યો હતો, ત્યારબાદ ચર્ચાઓ ફેલાઈ હતી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે, પરંતુ જનાઈએ રક્ષાબંધન નિમિત્તે મોહમ્મદ સિરાજને રાખડી બાંધી અને સ્પષ્ટ કર્યું કે તે તેને પોતાનો ભાઈ માને છે.
કોણ છે જનાઈ ભોંસલે?
જનાઈ ભોંસલે તેની દાદી આશા ભોંસલેની જેમ બોલીવુડ સાથે સંકળાયેલી છે. જનાઈ ખૂબ જ મલ્ટી ટેલેન્ટેડ છે. તેની દાદીની જેમ જનાઈ પણ એક સિંગર છે. આ સિવાય તે ગીતો લખે છે અને કંપોઝ પણ કરે છે. સિંગિંગ સિવાય જનાઈ ડાન્સ અને એક્ટિંગ પણ કરે છે. તેની પહેલી ફિલ્મ 'ધ પ્રાઇડ ઓફ ભારત: છત્રપતિ શિવાજી મહારાજ' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે.
આ ફિલ્મમાં જનાઈ રાણી સાઈ ભોંસલેનું પાત્ર ભજવી રહી છે. તમને જણાવી દઈએ કે જનાઈએ સંગીતથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ સિવાય જનાઈએ ભારતના પહેલા ટ્રાન્સજેન્ડર બેન્ડ સાથે પણ કામ કર્યું છે. જનાઈનું પહેલું સોલો ગીત 'કેહંદી હૈ' ખૂબ જ પોપ્યુલર થયું હતું. જનાઈ તેની દાદી સાથે સ્ટેજ શોમાં પણ જોવા મળી છે.