બોલીવુડથી લઈને ટીવી ઇન્ડસ્ટ્રીમાં છૂટાછેડાના સમાચાર વારંવાર આવે છે. આ દિવસોમાં પાયલ રોહતગી અને સંગ્રામ સિંહ વચ્ચેના સંબંધોમાં કડવાશ હોવાની ચર્ચા તેજ બની છે. પાયલે પતિ સંગ્રામ સિંહની કંપનીમાંથી રાજીનામું આપ્યું હોવાથી આ અફવાને વેગ મળ્યો છે.
પાયલ અને સંગ્રામ સિંહેના છૂટાછેડાની અફવાઓ
પાયલે તેના ઇન્સ્ટાગ્રામ પર રાજીનામાની માહિતી શેર કરી અને એક કેપ્શન પણ આપ્યું હતું. ત્યાર બાદ સંગ્રામ સિંહે તેના લગ્નની ત્રીજી વર્ષગાંઠ પર છૂટાછેડાના સમાચારને ખોટા ગણાવ્યા અને એક નિવેદન પણ આપ્યું. સંગ્રામ સિંહે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી અને કહ્યું હતું કે, પાયલ અને હું 14 વર્ષથી સાથે છીએ અને હંમેશા સાથે રહીશું. અમારી વચ્ચે છૂટાછેડાનો કોઈ સાવલ નથી.
સંગ્રામ સિંહે છૂટાછેડા પર તોડ્યું મૌન
સંગ્રામ સિંહે આગળ કહ્યું હતું કે, 'હું છૂટાછેડાની અફવાઓ પર ધ્યાન આપતો નથી, હું તેમને વિનંતી પણ કરીશ કે તેઓ આ સમાચાર પર વિશ્વાસ ન કરે. પાયલે રાજીનામું આપી દીધું છે હું તેમનો આદર કરું છું. પાયલ અને મારી કામ કરવાની રીત અલગ છે. પાયલે આ નિર્ણય સારા માટે લીધો હશે. હું તેમને રોકતો નથી. તે પોતાના નિર્ણયો લેવા માટે સ્વતંત્ર છે. અહીં કોઈ ખોટું નથી, દરેક વ્યક્તિ અલગ છે.'
તમને જણાવી દઈએ કે, પાયલ અને કુસ્તીબાજ સંગ્રામ સિંહના લગ્ન 9 જુલાઈ 2022ના રોજ થયા હતા. આ કપલે લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી બંનેએ સાત ફેરા લેવાનું નક્કી કર્યું હતું. યુઝર્સે કહ્યું કે બંને સાથે સારા લાગે છે. તેમને અલગ ન કરવા જોઈએ. તે જ સમયે, સંગ્રામ સિંહે તેના ફેન્સને ખુશ કર્યા છે કે તે અને પાયલ હંમેશા સાથે હતા અને રહેશે.