દિગ્ગજ ગાયિકા આશા ભોસલેના નિધન બાદ સમગ્ર દેશ શોકમાં ડૂબ્યો હતો, ત્યાં જ બોલીવુડને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. ટી-સીરીઝના સ્થાપક ગુલશન કુમારના નાના ભાઈ અને કંપનીના ચેરમેન તથા મેનેજિંગ ડિરેક્ટર દર્શન કુમારનું નિધન થયું છે. દર્શન કુમારે 18 એપ્રિલના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. આ સમાચાર સામે આવ્યા પછી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી અને બોલીવુડમાં ફરી એકવાર શોકનું મોજું ફરી વળ્યું છે.


લાઈમલાઈટથી દૂર રહ્યા દર્શન કુમાર

દર્શન કુમાર ટી-સીરીઝ જેવા શક્તિશાળી અને પ્રભાવશાળી પરિવારના સભ્ય હોવા છતાં હંમેશા લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરતા હતા. સિંગર મીકા સિંહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને દર્શન કુમારના નિધનની પુષ્ટિ કરી છે અને તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે. 

મીકા સિંહની ભાવુક પોસ્ટ

મીકા સિંહે લખ્યું - હમણાં જ હૃદયદ્રાવક સમાચાર મળ્યા કે ટી-સીરીઝના માલિક દર્શન કુમાર જી આપણને છોડીને ચાલ્યા ગયા છે. તેઓ ખરેખર એક મહાન વ્યક્તિ હતા અને હંમેશા મદદ માટે તૈયાર રહેતા. તેમણે અનેક ગાયકોને આગળ વધવાની તક આપી અને અગણિત પ્રતિભાઓને પ્લેટફોર્મ પૂરું પાડ્યું. માતા રાની તેમના આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ.


મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં યોગદાન

દર્શન કુમાર ખાસ કરીને પંજાબી અને પ્રાદેશિક સંગીત ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ હતું. તેમણે ઘણી નવી પ્રતિભાઓને ઓળખ અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ગુલશન કુમારની હત્યા બાદ કંપનીની જવાબદારી ભૂષણ કુમારે સંભાળી હતી અને દર્શન કુમારે પણ કંપનીમાં મહત્વના હોદ્દા પર રહીને તેને આગળ ધપાવી હતી. હાલમાં તેમના નિધનનું કારણ સામે આવ્યું નથી.

આ પણ વાંચો-Mollywood : ના કોઈ સ્ટાર, ના કોઈ મોટું બજેટ! આ ફિલ્મે કરી બજેટ કરતા 10 ગણી કમાણી, બોલીવુડ પણ જોતું રહી ગયું!

  • Follow us on: