નાના પડદાનો સૌથી લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનાલિકા ભિડે ઉર્ફે સોનુનું પાત્ર ભજવીને ઘરે-ઘરે જાણીતી થયેલી એક્ટ્રેસ ઝીલ મહેતા આજે કોઈ ઓળખની મોહતાજ નથી. તે અત્યારે પોતાની મેરિડ લાઈફમાં વ્યસ્ત છે. તેણે 28 ડિસેમ્બર, 2024ના રોજ પોતાના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ આદિત્ય દુબે સાથે લગ્ન કર્યા હતા. હવે ઝીલ મહેતા ફરી એકવાર ચર્ચામાં આવી છે અને તેણે પતિ આદિત્ય સાથે પોતાના ફેન્સને ગુડ ન્યૂઝ આપ્યા છે.


ઝીલ મહેતાએ આપ્યા ગુડ ન્યૂઝ!

ઝીલ મહેતાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેને જોયા બાદ ફેન્સ કન્ફ્યુઝ થઈ ગયા છે. વીડિયોમાં તે પોતાના પતિ આદિત્ય દુબે સાથે જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આદિત્યએ ઝીલના ટમી (પેટ) પર હાથ રાખ્યો છે. તેની સાથે તેણે લખ્યું છે કે, અમારી પાસે શેર કરવા માટે કંઈક એક્સાઈટિંગ છે. આટલું વાંચીને ફેન્સને લાગ્યું કે ઝીલ પ્રેગ્નન્ટ છે, પરંતુ હકીકતમાં આ કોઈ બાળકના જન્મના ગુડ ન્યૂઝ નથી. તે એક બીજી મોટી અને ખાસ ખબર ફેન્સ સાથે શેર કરવાની છે.


ફેન્સ થયા કન્ફ્યુઝ

ઝીલે વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, અમારી જિંદગીનું નાનું અપડેટ તમારા માટે... તમને શું લાગ્યું હતું કે આ શું છે?. આ વીડિયો પર ફેન્સ જાતભાતની કોમેન્ટ્સ કરી રહ્યા છે. એકે લખ્યું કે, મને લાગ્યું કે તમે પ્રેગ્નન્ટ છો. બીજાએ લખ્યું, અભિનંદન સોનુ. અન્ય એક યુઝરે લખ્યું કે, એક પળ માટે તો વિશ્વાસ થઈ ગયો હતો, તમે બરાબર મજા ચખાડી.

આ પણ વાંચો-જિમ, પૂલ અને ગાર્ડન... અંદરથી આવું દેખાય છે થલાપતિ વિજયનું કરોડો રૂપિયાનું આલીશાન ઘર, જુઓ Inside તસવીરો

  • Follow us on: