બોલીવુડની જાણીતી એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા એકવાર ફરી ચર્ચામાં આવી ગઈ છે. આ વખતે તે પોતાની કોઈ ફિલ્મને લઈને નહીં, પરંતુ કોર્ટ સાથે જોડાયેલા એક મામલાને લઈને ચર્ચામાં છે. પ્રીતિને બોમ્બે હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. તેમને ગુગલ LLC, મેટા પ્લેટફોર્મ્સ સહિત ઘણી કંપનીઓ વિરુદ્ધ સિવિલ મુકદ્દમો દાખલ કરવાની મંજૂરી મળી ગઈ છે.


પ્રીતિ ઝિન્ટાએ હાઈકોર્ટ પાસે માગી હતી કેસ કરવાની મંજૂરી

ઈ-ટાઈમ્સના એક અહેવાલ અનુસાર, બોમ્બે હાઈકોર્ટે પ્રીતિ ઝિન્ટાને ગુગલ LLC, ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને કેટલીક વેબસાઈટ્સ વિરુદ્ધ સિવિલ મુકદ્દમો દાખલ કરવાની પરવાનગી આપી દીધી છે. આ મામલા સાથે જોડાયેલા ઘણા લોકો મુંબઈની બહાર છે અને ઓનલાઈન એક્ટિવિટી પણ અલગ-અલગ જગ્યાઓ પરથી થઈ છે, એટલા માટે પ્રીતિ ઝિન્ટાએ હાઈકોર્ટ પાસે આ કેસની સુનાવણીની મંજૂરી માગી હતી. હવે આખરે જસ્ટિસ અભય આહુજાએ તેમને બોમ્બે હાઈકોર્ટમાં કેસ દાખલ કરવાની મંજૂરી આપી દીધી છે.

AI ડીપફેક વિરુદ્ધ પ્રીતિ ઝિન્ટાનું મોટું પગલું

આ મામલો તેમના પર્સનાલિટી રાઈટ્સ, કોપીરાઈટ અને AIથી બનાવવામાં આવેલા ડીપફેક વીડિયો, બદલેલી તસવીરો અને બીજા ડિજિટલ કન્ટેન્ટ દ્વારા તેમની છબીને નુકસાન પહોંચાડવા સાથે જોડાયેલો છે. કોર્ટના આ નિર્ણય પછી પ્રીતિ ઝિન્ટાને તે લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે, જેમને તે આ કન્ટેન્ટ માટે જવાબદાર માને છે.

બંટવારા 1947ને લઈને ચર્ચામાં પ્રીતિ ઝિન્ટા

પ્રીતિ ઝિન્ટા આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ બંટવારા 1947ને લઈને ચર્ચામાં છે. આ પીરિયડ ડ્રામા ફિલ્મના ડિરેક્ટર રાજકુમાર સંતોષી છે. આમાં સની દેઓલ, શબાના આઝમી, કરણ દેઓલ, અલી ફઝલ, અભિમન્યુ સિંહ, ખુશી હઝારે અને કનિક્કા કપૂર જેવા એક્ટર્સ જોવા મળશે. આ ફિલ્મ 14 ઓગસ્ટ 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

આ પણ વાંચો-Young Superstar : 21 વર્ષની ઉંમરે બની બોક્સ ઓફિસ ક્વીન! ઉંમરમાં નાની હોવા છતાં ટોપ હસીનાઓને છોડી પાછળ!

  • Follow us on: