બાર્બેડિયન સિંગર અને મોડલ રિહાના આ દિવસોમાં ભારે ચર્ચામાં છે. તે એક ગ્લોબલ સ્ટાર છે અને દુનિયાભરમાં તેના ફેન્સ છે. એવામાં તે ક્યાંય પણ જાય તો તેની ચર્ચા શરૂ થઈ જાય છે. રિહાના અચાનક બે વર્ષ બાદ ભારત આવી છે. તે 23 એપ્રિલની રાત્રે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. તેને જોતા જ પેલેરાઝી આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા હતા. હવે દરેક વ્યક્તિ બસ એક જ સવાલ પૂછી રહી છે કે તે અચાનક ભારત કેમ આવી છે.


મુંબઈમાં રિહાનાનો સ્ટાઇલિશ એરપોર્ટ લુક વાયરલ

રિહાના મુંબઈ એરપોર્ટ પર ફૂલ બ્લેક લુકમાં જોવા મળી હતી. તે જેવી એરપોર્ટની બહાર નીકળી કે પેપરાઝીઓની ભીડ જામી ગઈ હતી. દરેક વ્યક્તિ તેના ફોટા અને વીડિયો લેવા લાગ્યા હતા. કેમેરાની ફ્લેશલાઈટથી આખું વાતાવરણ ઝળહળી ઉઠ્યું હતું. રિહાનાએ સ્મિત સાથે હાથ હલાવીને સૌનું અભિવાદન કર્યું અને પછી ગાડીમાં બેસીને રવાના થઈ ગઈ. અત્યારે રિહાના ભારત કેમ આવી છે તે અંગે કોઈ સત્તાવાર જાણકારી સામે આવી નથી, પરંતુ કેટલાક અહેવાલો અનુસાર, તે તેની બ્યુટી બ્રાન્ડ ફેન્ટી બ્યુટી (Fenty Beauty) ના એક ઇવેન્ટ માટે મુંબઈ પહોંચી છે.

ક્યારે છે રિહાનાની ઇવેન્ટ?

જણાવવામાં આવી રહ્યું છે કે આ ઇવેન્ટ આજે (24 એપ્રિલ) જ છે અને આ ઇવેન્ટમાં રિહાનાની બ્રાન્ડના અલગ-અલગ પ્રોડક્ટ્સ રજૂ કરવામાં આવશે. રિહાના એક એવી સ્ટાર છે જે જ્યાં પણ જાય ત્યાં તેના ચાહકોની ભીડ ઉમટી પડે છે. આ પહેલા તે વર્ષ 2024 માં મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નમાં ભારત આવી હતી. તે સમયે પણ તે ઘણી લાઈમલાઈટમાં રહી હતી અને તેણે અનંત અંબાણીના લગ્નમાં પરફોર્મ પણ કર્યું હતું.


સોશિયલ મીડિયા પર જોરદાર ફેન ફોલોઈંગ

પોપ સ્ટાર રિહાનાની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઈંગમાં કોઈ કમી નથી. ઇન્સ્ટાગ્રામ પર તેને 148 મિલિયન એટલે કે 14.8 કરોડ લોકો ફોલો કરે છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતી રહે છે અને પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહે છે.

આ પણ વાંચો- Michael Jackson Biopic : પડદા પર જાદુ જગાડશે કિંગ ઓફ પોપની કહાની, જાણો ફિલ્મમાં શું છે ખાસ?

  • Follow us on: