બોલીવુડના ફેમસ ડાયરેક્ટર રોહિત શેટ્ટીને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. શનિવારે સવારે એક અજાણ્યા વ્યક્તિએ તેમને ફોન કરીને 20 કરોડ રૂપિયાની ખંડણી કરી હતી. આ ધમકીભર્યા કોલ બાદ મુંબઈ પોલીસ તાત્કાલિક કાર્યવાહીમાં આવી ગઈ અને અજાણ્યા ફોન કરનારની શોધ શરૂ કરી.
રોહિત શેટ્ટી પર હુમલો થયો હોય તેવી આ પહેલી ઘટના નથી. આ પહેલા 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીની રાત્રે જુહુમાં તેમના 9 માળના મકાન પર પાંચ રાઉન્ડ ગોળીબાર થયો હતો. એક ગોળી તેમના મકાનના જીમના કાચ પર પણ વાગી હતી.
જૂના કેસમાં 15 લોકોની ધરપકડ
મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ગોળીબાર કેસમાં મોટી કાર્યવાહી કરી છે, જેમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણા જેવા વિવિધ રાજ્યોમાંથી 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
આ દરમિયાન રોહિતને વધુ એક ધમકી મળી હોવાના સમાચાર સામે આવ્યા છે. ધમકીભર્યો ફોન આવતાની સાથે જ મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને ફોન કરનારની શોધ કરી રહી છે.
રોહિત શેટ્ટીનું વર્કફ્રન્ટ
રોહિત શેટ્ટીના વર્કફ્રન્ટની વાત કરીએ તો રોહિત શેટ્ટી છેલ્લા કેટલાક સમયથી તેમના આગામી શો "ખતરોં કે ખિલાડી 15" માટે ચર્ચામાં છે. ફેન્સ આ શોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શોનું શૂટિંગ તાજેતરમાં સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં પૂર્ણ થયું છે. મીડિયા રિપોર્ટ મુજબ આ સ્ટંટ-આધારિત રિયાલિટી શો જુલાઈમાં પ્રીમિયર થશે.
આ શોની 14મી સીઝન 2024માં પ્રસારિત થઈ હતી. ફેન્સ 2025માં આ શોની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ રોહિત શર્મા પરત ફર્યો નહીં. ફેન્સ 'ખતરોં કે ખિલાડી 15' માટે વધુ ઉત્સાહિત છે, કારણ કે રોહિત 2 વર્ષના બ્રેક પછી શો સાથે પરત ફરી રહ્યો છે. આ સીઝનમાં ગૌરવ ખન્ના, હર્ષ ગુજરાલ, રૂબીના દિલૈક અને ફરહાના ભટ્ટ જેવા સ્ટાર્સ ખતરાનો સામનો કરતા જોવા મળશે.
આ પણ વાંચો: Anandiben Patelની દોહિત્રી સંસ્કૃતિએ બોલીવુડમાં મચાવી ધૂમ, એક્ટિંગથી જીત્યું નાનીનું દિલ