સલમાન ખાન કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. ક્યારેક પોતાના અંગત જીવનના કારણે તો ક્યારેક પોતાની ફિલ્મોને કારણે ચર્ચામાં રહે છે. 'સિકંદર' ફિલ્મ ફ્લોપ થયા બાદ તે તેની આગામી ફિલ્મ માટે ચર્ચામાં આવ્યો હતો. હવે સલમાન સતત રહસ્યમય પોસ્ટ શેર કરી રહ્યો છે જેને ફેન્સનું ધ્યાન ખેચ્યું છે.


સલમાન ખાનની રહસ્યમય પોસ્ટ ચર્ચામાં

સલમાન ખાન બીજી રહસ્યમય પોસ્ટ શેર કરી છે ફેન્સ હજુ સુધી તેનો અર્થ સમજી શક્યા ન હતા જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સલમાન ખાને ગુરુવારે અડધીરાત્રે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીર શેર કરી છે. કેપ્શનમાં તેમણે એક રહસ્યમય નોંધ લખી છે જે અચાનક લોકોનું ધ્યાન ખેંચી રહી છે. તસવીરમાં ભાઈજાન વજન વધાર્યા પછી એકદમ ફિટ અને ફાઈન દેખાઈ રહ્યો છે. બ્લુ ટી-શર્ટ અને ડેનિમ જીન્સમાં તેમનો આકર્ષક લુક જોવા લાયક છે.

સલમાન ખાને કંઈક આવું લખ્યું....

સલમાન ખાને પોતાના ફેન્સ સાથે પોતાની તસવીર શેર કરતા લખ્યું કે, 'સાચી દિશામાં સખત મહેનત કરો. તે ફક્ત તેના પર દયાળુ છે અને તેમને તેમની કુશળતાથી કુસ્તીબાજ બનાવશે. તેનો અંગ્રેજીમાં અનુવાદ જાતે કરો.'

ભાઈજાન કઈ તરફ ઈશારો કર્યો?

સલમાન ખાનની રહસ્યમય નોંટ જોયા બાદ ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે કદાચ તે કોઈ આગામી પ્રોજેક્ટ વિશે સંકેત આપી રહ્યો છે. એક યુઝરે લખ્યું હતું કે, 'કંઈક નવું આવી રહ્યું હોય તેવું લાગે છે ભાઈ અપડેટેડ છે.' બીજા યુઝરે લખ્યું કે, 'ટાઈગર હંમેશા તૈયાર રહે છે.' આ પહેલા પણ સલમાન ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી હતી. તેમાં ભાઈજાન જીમમાં ખૂબ જ ઉત્સાહિત નજરે પડ્યા હતા. જોકે, તસવીરો સાથેની પોસ્ટે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.


  • Follow us on: