બોલીવુડના પાવર કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી હંમેશા ચાહકોના પ્રિય રહ્યા છે. બંનેની ઓન-સ્ક્રીન અને ઓફ-સ્ક્રીન કેમેસ્ટ્રી ઘણી હેડલાઇન્સ બનાવે છે. ફેબ્રુઆરી 2023માં લગ્ન કર્યાબાદ એક લાડલી દિકરીના માતા-પિતા બન્યા છે. હાલમાં સિદ્ધાર્થે મલ્હોત્રાએ પોતાના લગ્ન જીવન સાથે જોડાયેલા અનેક મજેદાર ખુલાસાઓ કર્યા છે અને જે સાંભળતા જ ફેન્સ ખુશ થયા હતા.
સિદ્ધાર્થ મલ્હોત્રાએ ખોલ્યા બેડરૂમના રહસ્યો
સિદ્ધાર્થ મલ્હોત્રા થોડા દિવસ પહેલા પોતાની ફિલ્મ પરમ સુંદરીના પ્રમોશન માટે 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો'માં આવ્યો હતો. દર વખતની જેમ કપિલ શર્માએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ખૂબ જ મસ્તી કરી અને તેમના જીવન સાથે જોડાયેલા અનેક સવાલો કર્યા હતા. કપિલ શર્માએ સિદ્ધાર્થને પૂછ્યું હતું કે, તેના અને કિયારાના લગ્નજીવનમાં કઈ બાબતો ઝઘડાનું કારણ બને છે. આ સવાલ પર અભિનેતાએ હસતા-હસતા રમૂજી જવાબ આપ્યો હતો કે, 'કિયારા હંમેશા ગીઝર ચાલુ રાખવા માંગે છે, તે ફક્ત ગરમ પાણીથી જ સ્નાન કરે છે, ભલે મુંબઈમાં ગમે તેટલી ગરમી હોય.' સિદ્ધાર્થે કહ્યું હતું કે, જ્યારે મને ફક્ત ઠંડા પાણીથી જ સ્નાન કરવાનું ગમે છે.' આ સાંભળીને ત્યાં હાજર લોકો પણ હસવા લાગ્યા હતા.













