મ્યુઝિક કમ્પોઝર પલાશ મુચ્છલ અને ક્રિકેટર સ્મૃતિ મંધાના લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યા છે. જીવનની નવી શરૂઆત પહેલા પલાસે ખૂબ જ રોમાન્ટિક અંદાજમાં પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યુ હતુ. તેમણે ડીવાઇ પાટિલ સ્ટેડિયમમાં સ્મૃતિને પ્રપોઝ કર્યુ છે. આનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યુ કે તેણે હાં કહી દીધુ.....
ઘૂંટણ પર બેસીને કર્યુ પ્રપોઝ
લગ્ન પહેલા પલાશે સ્મૃતિને શાનદાર સરપ્રાઇઝ આપી છે. પલાશ મુચ્છલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે પલાશ ગર્લફ્રેન્ડ સ્મૃતિને લઇને સ્ટેડિયમમાં આવે છે. આ દરમિયાન સ્મૃતિની આંખો પર એક પટ્ટા બાંધેલી હોય છે. સ્ટેડિયમમાં એન્ટ્રી બાદ સ્મૃતિની આંખો પર બાંધેલી પટ્ટીને હટાવે છે અને ઘૂંટણિયે બેસીને ફુલોનો બુકે અને વીંટી આપતા પ્રપોઝ કર્યો હતો. સ્મૃતિ એકદમ ચોંકી જાય છે.













