ધ કેરલા સ્ટોરી 2: ગોઝ બિયોન્ડ, જેનું નિર્દેશન કામાખ્યા નારાયણ સિંહ અને પ્રોડક્શન વિપુલ અમૃતલાલ શાહે કર્યું છે. આ ફિલ્મ 27 ફેબ્રુઆરી, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ થ્રિલર ડ્રામા 2023ની ફિલ્મ ધ કેરલા સ્ટોરીની સીક્વલ છે. આમાં કેરલા, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની એવી ત્રણ મહિલાઓની સ્ટોરી બતાવવામાં આવી છે, જેમને લવ જેહાદનો સામનો કરવો પડ્યો હતો. ફિલ્મમાં ઉલ્કા ગુપ્તા, ઐશ્વર્યા ઓઝા અને અદિતિ ભાટિયા મુખ્ય ભૂમિકામાં છે. સિનેમાઘરો બાદ હવે આ ફિલ્મ OTT પર રિલીઝ થવા માટે તૈયાર છે.


ધ કેરલા સ્ટોરી 2 OTT રિલીઝ

8 મેના રોજ ZEE5 પર ધ કેરલા સ્ટોરી 2: ગોઝ બિયોન્ડ રિલીઝ થવાની છે. થિયેટરો બાદ હવે આ ફિલ્મ OTT પર ધૂમ મચાવવા તૈયાર છે. ZEE5 દ્વારા શેર કરવામાં આવેલી માહિતી મુજબ, ધ કેરલા સ્ટોરી 2 હિન્દી ઉપરાંત તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં પણ ઉપલબ્ધ હશે. ફિલ્મની પટકથા અમરનાથ ઝા અને વિપુલ અમૃતલાલ શાહે લખી છે. આશીન એ. શાહ અને રવિચંદ નલ્લાપ્પા તેના સહ-નિર્માતા છે. જોકે, ફિલ્મને વિવેચકો અને દર્શકો બંને તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ હવે ઇન્ડસ્ટ્રીના જાણકારો એ જોવા માટે ઉત્સુક છે કે ડિજિટલ પ્લેટફોર્મ પર આ ફિલ્મ શું કમાલ કરે છે.

વિવાદ પર વિપુલ શાહે શું કહ્યું હતું?

નિર્માતા વિપુલ અમૃતલાલ શાહે આ ફિલ્મ અંગેના વિવાદ વિશે ANI ને જણાવ્યું હતું કે, કેરલા સ્ટોરી 2 સાથે અમારો હેતુ હંમેશા સ્ટોરી કહેવાથી આગળ વધીને કંઈક એવું બનાવવાનો રહ્યો છે જે લોકોને અટકીને વિચારવા અને તેમની આસપાસની વાસ્તવિકતાઓ વિશે અઘરા પ્રશ્નો પૂછવા મજબૂર કરે. આ માત્ર પડદા પર દેખાડવામાં આવેલી ઘટનાઓ વિશે નથી, પરંતુ તેની પાછળના ઊંડા કારણોને સમજવા વિશે છે.

ધ કેરલા સ્ટોરી 2ની OTT રિલીઝ કેમ મહત્વની છે?

તેણે આગળ કહ્યું, આ માત્ર એક ફિલ્મ નથી, પરંતુ એક ચેતવણી છે. દરેક માતા અને દીકરી માટે આ જોવી જરૂરી છે જેથી તેઓ જાગૃત અને સાવધ રહે. ZEE5 ના હિન્દી બિઝનેસ હેડ કાવેરી દાસે જણાવ્યું હતું કે OTT પર રિલીઝ કરવાનો હેતુ ફિલ્મને વધુ દર્શકો સુધી પહોંચાડવાનો છે. ધ કેરલા સ્ટોરી 2 ગોઝ બિયોન્ડના ડિજિટલ પ્રીમિયરથી અમને તેની ભાવનાત્મક અને જટિલ સ્ટોરીને દેશભરના દર્શકો સુધી પહોંચાડવાની તક મળે છે. તેની સ્ટોરી છોકરીઓને છળ-કપટ સમજવામાં મદદ કરશે.

ધ કેરલા સ્ટોરી 2ની સ્ટોરી 

આ ફિલ્મ ભાવનાત્મક નબળાઈઓને દર્શાવે છે અને કોઈના પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવાનો સંદેશ આપે છે. આમાં ત્રણ મહિલાઓની સ્ટોરી છે, જેમની મુસાફરી પ્રેમ અને વિશ્વાસથી શરૂ થાય છે, પરંતુ પછી ડર અને હેરાફેરી તરફ વળી જાય છે.

આ પણ વાંચો- TMKOC : 18 વર્ષ બાદ તારક મહેતા છોડશે બાપુજી? શોમાં બતાવ્યો મોતનો ટ્રેક, જેઠાલાલની ચીસોથી ફેન્સ ફફડી ઉઠ્યા!

  • Follow us on: