તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં જેઠાલાલની ભૂમિકા ભજવનારા અભિનેતા દિલીપ જોશી કોઈના કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. અભિનેતા હાલ પોતાના વજનના કારણે ચર્ચામાં આવ્યા છે કારણે કહેવામાં આવી રહ્યું છે કે, તેમણે માત્ર 46 દિવસમાં 16 કિલો વજન ઓછું કર્યું હતું.


શું જેઠાલાલે ઘટાડ્યું વજન?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિલીપ જોશીને જેઠાલાલની ભૂમિકા ભજવીને સૌથી વધુ લોકપ્રિયતા મળી હતી. તેઓ આ શો સાથે 17 વર્ષથી જોડાયા છે અને હાલમાં એવી માહિતી સામે આવી છે કે, જેઠાલાલે 45 દિવસમાં 16 કિલો વજન ઘટાડ્યું છે. અભિનેતાએ આ વાતની ખબર પડતા જ તેમણે સત્ય છુપાવવામાં કોઈ સંકોચ કર્યો નહીં.

જેઠાલાલે આપી આ પ્રતિક્રિયા

હાલમાં જેઠાલાલ એક કાર્યક્રમમાં હાજરી આપતા પહેલા જોવા મળ્યા હતા અને પાપારાઝી તેમના ઘટતા વજનનું રહસ્ય જાણવા માંગતા હતા. અભિનેતા દિલીપ જોશીએ એટલે કે જેઠાલાલે આ અંગે પ્રતિક્રિયા આપી અને કહ્યું કે, તેમનો આ વીડિયો જૂનો છે. સાથે જ હસતા-હસતા કહ્યું કે, મેં આ 1992માં કર્યું હતું ભાઈ, મને ખબર નથી કે સોશિયલ મીડિયા પર કોણે વાયરલ કર્યું.

દિલીપ જોશીએ આ શોમાં આવતા પહેલા પણ તેમણે સુપરસ્ટાર સલમાન ખાન જેવા કલાકારો સાથે અભિનય કર્યો હતો. જેઠાલાલ તારક મહેતામાં સૌથી વધુ ફી લેનાર અભિનેતા છે. અહેવાલો અનુસાર, તેઓ એક એપિસોડ માટે 2 લાખ રૂપિયા ફી લે છે.


  • Follow us on: