તારક મહેતા શો સતત 17 વર્ષથી દર્શકોનું મનોરંજન કરાવે છે અને આ શો દરરોજ કોઈના-કોઈ નવી કહાનીથી દર્શકોનું દિલ જીતી છે. જેમાંથી તારક મહેતામાં દયાબેનનું પાત્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ તેઓ છેલ્લા 8 વર્ષથી શોમાંથી ગાયબ છે. ત્યારે હવે તારક મહેતા શોના નિર્માતા અસિત કુમાર મોદી એ સ્પષ્ટતા કરી છે કે, તેમનો અને દિશા વાકાણી ઉર્ફે દયા બેન વચ્ચે ખૂબ જ સારો સંબંધ છે. બંને વચ્ચે કોઈ દુશ્મનાવટ નથી અને ભવિષ્યમાં પણ અસિત તેની સાથે કામ કરવાનું પસંદ કરશે.


અસિત મોદીએ દયાબેનને લઈ કર્યો મોટો ખુલાસો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત કુમાર મોદીએ દિશા વાકાણી વિશે વાત કરી હતી. હાલના એક ઇન્ટરવ્યુમાં તેમણે ખુલ્લેઆમ કહ્યું હતું કે જ્યારે શોમાં દયા બેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણીએ 2017માં શો છોડવાનો નિર્ણય લીધો ત્યારે તેઓ ડરી ગયા હતા.

દયાબેને શો છોડ્યો તો ડરી ગયો: અસિત મોદી

અસિત મોદીએ જણાવ્યું હતું કે, 'સાચું કહું તો, મેં આ પહેલાં ક્યારેય આવું કહ્યું નથી પરંતુ હું સ્વીકારું છું કે જ્યારે દયાભાભી 2017માં શો છોડી ગઈ ત્યારે હું ખૂબ જ ડરી ગયો હતો! ' જેઠાલાલની સાથે દયા ભાભી પણ મારું સૌથી મહત્વપૂર્ણ પાત્ર હતું. તેમની શૈલી અને બોલવાની રીત દેશભરમાં લોકપ્રિય થઈ ગઈ હતી તેથી મેં લાંબા સમય સુધી તેમની જગ્યાએ બીજા કોઈને લેવાનું વિચાર્યું ન હતું. અસિત મોદીએ આગળ કહ્યું હતું કે, દિશા અને મારા વચ્ચે ખૂબ જ સારા સંબંધો છે. અમારી વચ્ચે કોઈ દુશ્મનાવટ નથી. હું તેની સાથે ફરીથી કામ કરવા માંગુ છું. તેના ગયા બાદ હું આશા અને પ્રાર્થના કરી રહ્યો હતો કે તે પાછી આવે.

તારક મહેતામાં દયાબેન પાછા ફરશે કે નહીં?

જોકે, તેણે તેના પારિવારિક જીવન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું અને માતા બની હતી. કોરોના મહામારી દરમિયાન જ્યારે તે ફરીથી માતા બની ત્યારે મને સમજાયું કે તેના માટે શોમાં પાછું આવવું સરળ નહીં હોય. અમે સંપર્કમાં છીએ અને હાલમાં જ મે રક્ષાબંધનના ખાસ અવસર પર તેમની પાસે રાખડી બંધાવી હતી. તમને જણાવી દઈએ કે, રક્ષાબંધન બાદ દયાબેન શોમાં પાછા ફરશે અવી અફવાઓ પણ ફેલાઈ હતી પરંતુ દિશા વાકાણીએ આ અંગે હજું સુધી કોઈ નિર્ણય લીધો નથી. જોકે આગામી સમય જ બતાવશે કે દયાબેન તારક મહેતામાં પાછા ફરશે કે નહીં.


  • Follow us on: