અભિનેત્રી અને બિગ બોસ 13ની ભૂતપૂર્વ સ્પર્ધક શેફાલી જરીવાલાના અચાનક મૃત્યુથી દરેકને આઘાત લાગ્યો છે. અભિનેત્રીએ 42 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા અને તેમના મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું કહેવાય છે. આ દરમિયાન હવે અભિનેત્રી શેફાલીનો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પોતાની છેલ્લી ઈચ્છાની વાત કરતી જોવા મળી હતી.


શેફાલી જરીવાલાની આ હતી છેલ્લી ઈચ્છા

આ થ્રોબેક વીડિયોમાં પારસે શેફાલી જરીવાલાને પૂછ્યું કે શું તે ક્યારેય 'કાંટા લગા ગર્લ' કહેવાથી કંટાળી જાય છે? તેના પર શેફાલીએ સ્મિત સાથે જવાબ આપ્યો અને કહ્યું કે, 'ક્યારેય નહીં... આખી દુનિયામાં ફક્ત એક જ કાંટા લગા ગર્લ હોઈ શકે છે અને તે હું છું. મને તે ખૂબ ગમે છે. અને હું મારા મૃત્યુ સુધી કાંટા લગા ગર્લ તરીકે ઓળખાવા માંગુ છું.' શેફાલીના મૃત્યુના સમાચાર બાદ ફેન્સ શેફાલીની આ ક્લિપ જોઈને રડી રહ્યા છે.

શેફાલીના અચાનક નિધનથી સેલેબ્સથી લઈ પરિવાર આઘાતમાં

શેફાલી જરીવાલાનું નિધન શુક્રવારે થયું હતું. અભિનેત્રીના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હોસ્પિટલ પહોંચતાની સાથે જ તેનો પરિવાર ભાંગી પડ્યો હતો. તેની માતા બેભાન તો પતિના ચહેરા પર દુ:ખ દેખાયું હતું. શેફાલી જરીવાલાના અચાનક નિધનથી ઘણા સેલેબ્સ આઘાતમાં છે. મીકા સિંહ, એલી ગોની અને દિવ્યાંકા ત્રિપાઠી સહિત અનેક સેલેબ્સે અભિનેત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

તમને જણાવી દઈએ કે, શેફાલી જરીવાલાને રિમિક્સ મ્યુઝિક વિડિયો કાંતા લગાથી લોકપ્રિયતા મળી. તે સલમાન ખાન અને અક્ષય કુમાર સાથે ફિલ્મ મુઝસે શાદી કરોગીમાં જોવા મળી હતી. તેણે બિગ બોસ 13થી પણ ઘણી ચર્ચા બનાવી હતી.


  • Follow us on: