ઓસ્ટ્રિયાની 32 વર્ષીય ઇન્ફ્લુએન્સર સ્ટેફની પાઇપરની હત્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જેમાં તેના 31 વર્ષીય પૂર્વ બોયફ્રેન્ડ પેટ્રિક એમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પેટ્રિકની ધરપકડ કરીને પૂછપરછ કરી હતી. જે દરમિયાન તેણે હત્યાનો ગુનો કબૂલ્યો હતો. પોલીસને સ્ટેફનીનો મૃતદેહ સ્લોવેનિયન સરહદ પરના જંગલમાં એક સૂટકેસમાં દાટેલો મળી આવ્યો હતો.


પસ્તાવો છે, સમજણ નથી પડતી

પેટ્રિકે પોલીસને જણાવ્યું હતું કે, આ ગુનો બંને વચ્ચેની ઉગ્ર દલીલબાજી પછી થયો હતો. ડિફેન્સ વકીલ એસ્ટ્રિડ વેગનરે જણાવ્યું કે, તેમનો ક્લાયન્ટ સંપૂર્ણપણે ભાંગી પડ્યો છે અને તેને પારાવાર પસ્તાવો છે. પેટ્રિકે વારંવાર કહ્યું હતું કે, હું આ કરવા માંગતો ન હતો, હું આ કરવા માંગતો ન હતો. તેણે દાવો કર્યો કે, જ્યારે તેણે સ્ટેફનીને નિષ્પ્રાણ જોઈ, ત્યારે તે આઘાતમાં હતો અને આખું કવર-અપ તેણે 'ટ્રાન્સ'ની સ્થિતિમાં કર્યું હતું.

પડોશીઓએ સાંભળી હતી દલીલ

પડોશીઓએ જણાવ્યું હતું કે, સ્ટેફની અને પેટ્રિક મહિનાઓથી અલગ થઈ ગયા હતા. એક પડોશીએ તેમને બારીમાંથી ઝઘડતા સાંભળ્યા હતા. જ્યાં સ્ટેફનીએ પૈસાની માગણી સાથે સંબંધ તોડવા કહ્યું હતું, ત્યાં પેટ્રિકે કથિત રીતે ગુસ્સામાં કહ્યું હતું, તેં બધું બરબાદ કરી નાખ્યું. હત્યા પછી, પેટ્રિકે સ્ટેફનીના શરીરને સૂટકેસમાં મૂકીને તેના નિવાસસ્થાનથી લગભગ દોઢ કલાક દૂર જંગલમાં દાટી દીધું હતું. આ ઘટનાએ ઓસ્ટ્રિયામાં ખળભળાટ મચાવ્યો છે.


આ પણ વાંચો - Samantha Ruth Prabhu : રાજ નિદિમોરુ કોણ છે? જેની બીજી પત્ની બની સામંથા રૂથ પ્રભુ



  • Follow us on: