ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનેક વખત પાકિસ્તાની કલાકારોએ કામ કર્યું છે અને આ ફિલ્મોને લોકોએ પસંદ કરી છે. ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રી હંમેશા પાકિસ્તાની કલાકારો, ગાયકો અને સંગીતકારોને કામ આપતી રહી છે. ફવાદ ખાન, માહિરા ખાન જેવા કલાકારોનો ભારતમાં પણ મોટો ચાહકવર્ગ છે. પરંતુ હાલમાં ભારતના ઓપરેશન સિંદુરને આ કલાકારોએ ટિકા કરતા કાયરતાપૂર્ણ હમલો ગણાવ્યો. જેના બાદ દેશભરમાં આ કલાકારો વિરુદ્ધ આક્રોશ જોવા મળ્યો.
પાકિસ્તાની કલાકારો સામે લોકોમાં આક્રોશ
લોકો આક્રોશ સાથે કહી રહ્યા છે કે ભારતમાં કમાણી કરી તમે પાકિસ્તાન ઘર ભેગા થઈ જાઓ છો અને પછી ભારતની જ ટીકા કરો છો. આવું ફક્ત પાકિસ્તાનના જ લોકો કરી શકે. પાકિસ્તાની કલાકારોએ આખરે પોતાની જાત દેખાડી દીધી. પાકિસ્તાની કલાકારોએ ભારતની કાર્યવાહી પર આપેલા નિવેદનો ફક્ત આપણા દેશનું જ નહીં પરંતુ આતંકવાદને કારણે જીવ ગુમાવનારા નિર્દોષ લોકો અને દેશ માટે પોતાના જીવનું બલિદાન આપનારા સૈનિકોનું પણ અપમાન છે. આ કલાકારોના નિવેદન આતંકવાદને પોષનારા છે.
AICWAની અપીલ
ઓલ ઈન્ડિયન સિને વર્કર્સ એસોસિએશન (AICWA) એ પણ દેશના લોકોને સાથે આપતા પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન અને અભિનેતા ફવાદ ખાન દ્વારા આપવામાં આવેલા ભારત વિરોધી નિવેદનોની સખત નિંદા કરી છે. સાથે જ AICWA અપીલ કરી છે કે ભવિષ્યમાં કયારે પણ કોઈપણ પાકિસ્તાની કલાકારોને કામ આપવામાં ના આવે. જણાવી દઈએ કે માહિરા ખાને ભારતની લશ્કરી કાર્યવાહીને "કાયર" ગણાવી, જ્યારે ફવાદ ખાને આતંકવાદની નિંદા કરવાને બદલે ભારતના વલણની ટીકા કરી અને વિભાજનકારી વિચારસરણીને ટેકો આપ્યો. બંને પાકિસ્તાની કલાકારોએ ખુલ્લેઆમ ભારતની ટીકા કરી અને દેશની સાર્વભૌમત્વની રક્ષા માટે લેવામાં આવેલા પગલાં પર સવાલ ઉઠાવ્યા હતા જેના બાદ માહિરા અને ફવાદ સહિત તમામ પાકિસ્તાની કલાકારો પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માગ ઉઠવા લાગી છે.
કલાત્મક સહયોગ નહી રાષ્ટ્રહીત પ્રથમ
AICWA ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં, જેમાં બોલીવુડ અને પ્રાદેશિક ફિલ્મ ઉદ્યોગોનો સમાવેશ થાય છે, દરેકને વિનંતી કરે છે કે તેઓ આ પ્રતિબંધનો આદર કરે અને કોઈપણ કહેવાતા "કલાત્મક સહયોગ" કરતાં રાષ્ટ્રીય હિતને પ્રથમ રાખે. ભારતીય કલાકારો અને ફિલ્મ નિર્માતાઓએ નક્કી કરવું પડશે કે તેઓ તેમના દેશ સાથે ઉભા રહેશે કે પછી એવા લોકો સાથે કામ કરવાનું ચાલુ રાખશે જે ખુલ્લેઆમ ભારતનો વિરોધ કરે છે."
AICWA એ વધુમાં જણાવ્યું હતું કે, "દુઃખદ છે કે ઘણી ભારતીય સંગીત કંપનીઓ હજુ પણ પાકિસ્તાની કલાકારોને પ્રોત્સાહન આપી રહી છે, તેમને સતત કામ અને પ્લેટફોર્મ આપી રહી છે. ઘણા ભારતીય ગાયકો વિદેશમાં પણ આ પાકિસ્તાની કલાકારો સાથે સ્ટેજ શેર કરે છે, જેનાથી દેશની લાગણીઓને અવગણવામાં આવે છે. આવા લોકોપાકિસ્તાની પ્રતિભાને ટેકો આપવાનું બંધ કરવા અને દેશ સાથે ઉભા રહેે તેવી AICWA અપીલ કરવામાં આવી.