- રોયલ વેડિંગના રોયલ ફોટોગ્રાફ્સ પરિણીતિએ કર્યા શેર
- પરિણીતિ અને રાઘવના લગ્નની તસવીરો આવી સામે
- સોશિયલ મીડિયામાં ફેન્સ કરી રહ્યા છે પ્રશંસા
રવિવારે મોડી રાત સુધી ફેન્સ રાઘવ અને પરિણીતિના લગ્નની તસવીરોની રાહ જોઇ રહ્યા હતા. હવે ફેન્સની આતુરતાનો અંત આવ્યો છે. ખુદ પરિણીતિએ જ સોશિયલ મીડિયા પર વેડિંગ સેરેમનીના ફોટો શેર કર્યા છે.
ખુદ પરિણીતિએ ફોટા કર્યા શેર
બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની તસવીરો આખરે સામે આવી છે. દંપતીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરો શેર કરી છે. દુલ્હનની એન્ટ્રીથી લઈને ફેરા અને જયમાલા સુધીની તસવીરો શેર કરતી વખતે પરિણીતી ચોપરાએ કેપ્શનમાં લખ્યું, "અમારા દિલને બ્રેકફાસ્ટ ટેબલ પર થયેલી પહેલી વાતચીતથી ખબર પડી ગઈ હતી. અમે ઘણા સમયથી આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા. આખરે મિસ્ટર અને મિસિસ બનીને ખૂબ જ અભિભૂત થયા"
પ્રિયંકાએ કરી કમેન્ટ
પરિણીતિ ચોપરાના લગ્નમાં બહેન પ્રિયંકા ચોપરા આવી શકી ન હતી. ત્યારે પરિણીતિએ જેવા ફોટો શેર કર્યા કે પ્રિયંકા કમેન્ટ કર્યા વગર ન રહી શકી. તેણે હાર્ટ અને ઇમોશનલ ઇમોજી મૂકીને લખ્યું કે મારા આશીર્વાદ હંમેશા તમારા બંનેના સાથે છે. તો નિમરત કૌરે કમેન્ટ કરી કે હંમેશા ખુશ રહો, ભગવાન તમને આશીર્વાદ આપે. મહત્વનું છે કે પરિણીતિ ચોપરાએ ફોટો શેર કરતા લખ્યું કે "એકબીજા વિના જીવી શકાતું નથી. આપણા હંમેશ માટે એક નવી શરૂઆત."
દુલ્હા-દુલ્હનનો ચાર્મિંગ લુક
મહત્વનું છે કે રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાના લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. તેમણે 24 સપ્ટેમ્બરે રવિવારે ઉદયપુરમાં ધ લીલી પેલેસ ખાતે લગ્ન બંધનમાં જોડાયા હતા. જો કે આ બિગ ફેટ વેડીંગમાં દુલ્હા-દુલ્હનનો લુક જોવા ફેન્સ આતુર થયા હતા. ફોટામાં પરિણીતી સિલ્વર અને વ્હાઇટ કલરના લહેંગામાં સુંદર લાગી રહી છે. પરિણીતિએ તેની ઓઢણીમાં ગોલ્ડ વર્કમાં રાઘવનું નામ લખાવેલુ જોવા મળે છે. આ ઉપરાંત પગમાં મહેંદીનો ફોટો પણ જોવા મળી રહ્યો છે. લગ્નની વિધિ તેમજ વરમાળા સહિતના તમામ ફોટોમાં આ કપલની કેમેસ્ટ્રી ક્યુટ લાગી રહી છે.