- રાઘવ-પરિણીતિના લગ્નની તસવીરો આવી છે સામે
- પરિણીતિના લુકની ચોમેર થઇ રહી છે પ્રશંસા
- લહેંગાથી માંડીને જ્વેલરીમાં પણ અપાયો છે વિન્ટેજ ટચ
સપ્ટેમ્બરની શરૂઆતમાં થયેલી લગ્નની તૈયારીઓ બાદ આખરે 24 સપ્ટેમ્બરે રાઘવ અને પરિણીતિ લગ્નના તાંતણે બંધાઇ ગયા છે. ત્યારે પરિણીતિએ સોશિયલ મીડિયા પર ફોટા શેર કરીને ફેન્સ સાથે ખુશીની પળોને શેર કરી હચી. રાઘવ શેરવાનીમાં ખૂબ હેન્ડસમ લાગી રહ્યો છે તો પરિણીતિનો લુક પણ કંઇ કમ નથી. ફેન્સ પરિણીતિના સિમ્પલ અને ડિસન્ટ લુકના વખાણ કરી રહ્યા છે.
ઓઢણી પર દુલ્હેરાજાનું નામ
પરિણીતિ ચોપરાએ લગ્નમાં રાઘવના નામની મહેંદી જ લગાવી ન હતી પરંતુ રાઘવના નામની ઓઢણી પણ ઓઢી હતી. વાસ્તવમાં પરિણીતી દ્વારા શેર કરાયેલા એક ફોટો પર ધ્યાન આપો તો આ ફોટો પાછળથી ક્લિક કરવામાં આવ્યો છે. પરિણીતીએ માથાથી પગ સુધી ચુન્ની પહેરી છે અને તેના પર 'રાઘવ' લખેલું છે.
સોનાના તારથી લખ્યું નામ
સંપૂર્ણ પરંપરાગત લુકમાં જોવા મળી રહેલી પરિણીતિએ પોતાના આઉટફીટમાં કંઇક હટકે લાવવાનો આ ટ્રાય કર્યો હતો. ઓઢણી પર લખેલું નામ
થી પરિણીતિના લુકના ખૂબ વખાણ થઈ રહ્યા છે. અભિનેત્રીએ તેના લહેંગા સાથે પહેરેલી ચુનરીમાં પતિ રાઘવનું નામ હિન્દીમાં લખેલું છે. આ લખવા માટે વિન્ટેજ ગોલ્ડન તારનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
દિલ્હી-મુંબઇમાં રિસેપ્શન
જાણવા મળી રહ્યું છે કે આ કપલ દિલ્હી અને મુંબઈ એમ બંને જગ્યાએ રિસેપ્શનનું આયોજન કરશે. લગ્ન બાદ અન્ય સેલેબ્સ પણ કપલને અભિનંદન આપવામાં વ્યસ્ત છે. આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા, કિયારા અડવાણી, સમંથા રૂથ પ્રભુ, અનુષ્કા શર્મા, ગુરુ રંધાવા, આથિયા શેટ્ટી, વરુણ ધવન, સુનીલ ગ્રોવર, મલાઈકા અરોરા સહિતના ઘણા સ્ટાર્સે આ કપલ પર પ્રેમ વરસાવ્યો છે. હાલ તો લગ્નમાં માત્ર મનીષ મલ્હોત્રા અને ભાગ્યશ્રીએ હાજરી આપી હતી. કરણ જોહરના પણ આવવાના સમાચાર હતા પરંતુ કહેવાય છે કે ફેમિલી ઈમરજન્સીના કારણે તે પહોંચી શક્યા ન હતા