• રાઘવ ચઢ્ઢા અને પરિણીતિ લગ્નના તાંતણે બંધાયા
  • હાઇપ્રોફાઇલ સંપૂર્ણ ખાનગી રાખવામાં આવ્યા હતા
  • હાઇ સિક્યુરિટી વચ્ચે રાઘવની બારાતનો વીડિયો થયો લીક

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ રવિવારે લગ્ન કર્યા. બંનેએ ઉદયપુરના લીલા પેલેસમાં સાત ફેરા લીધા. તેમના લગ્નમાં તેમના પરિવારના સભ્યો ઉપરાંત બોલિવૂડથી લઈને રાજકારણ સુધીના દિગ્ગજ લોકોએ હાજરી આપી હતી. આ લગ્નમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આદિત્ય ઠાકરે અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ સામેલ થયા હતા. જો કે સિક્યુરીટી હાઇ હોવાથી કોઇ અંદરના ફોટા સામે આવી શક્યા ન હતા. પરંતુ રાઘવ ચઢ્ઢા બારાત લઇને આવ્યો તે સમયો વીડિયો વાયરલ થયો છે.

વ્હાઇટ સૂટ અને કાળા ચશ્મામાં સજ્જ રાઘવ

આ હાઈપ્રોફાઈલ લગ્ન સંપૂર્ણપણે ખાનગી રાખવામાં આવ્યા હતા. આ માટે ઉચ્ચ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પછી પણ રાઘવ ચઢ્ઢાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં રાઘવ વ્હાઇટ સૂટ અને બ્લેક ગોગલમાં જોવા મળી રહ્યો છે. માથે ગોલ્ડન રંગની પાઘડી પહેરેલો રાઘવ ઘણો જ સોહામણો લાગી રહ્યો છે. જો કે દુલ્હનને પોતાની બનાવવા માટે થો઼ડો ટેન્શનમાં પણ જોવા મળી રહ્યો છે. બેન્ડ પ્લેયર રાઘવની સાથે હાથમાં છત્રી પકડીને ઉભેલા જોવા મળી રહ્યા છે. રાઘવ સંપૂર્ણ શાહી અંદાજમાં બારાત લઇને લગ્ન મંડપ પહોંચ્યો હતો.


બે જગ્યાએ રિસેપ્શનનું આયોજન

લગ્ન બાદ રિસેપ્શન ક્યાં યોજાશે તેને લઇને ચર્ચાઓ થઇ રહી છે. ત્યારે મળતી માહિતી મુજબ રાઘનીતિ એક નહીં પરંતુ બે જગ્યાએ રિસેપ્શન પાર્ટીનું આયોજન કરી રહ્યા છે. તેમનું એક રિસેપ્શન મુંબઈમાં અને બીજું દિલ્હીમાં હશે. દિલ્હી રિસેપ્શનમાં રાજકીય જગતના ઘણા દિગ્ગજ નેતાઓ હાજર રહેશે, જ્યારે મુંબઈના રિસેપ્શનમાં બોલિવૂડ સ્ટાર્સ સામેલ થશે. 

  • Follow us on: