- પરિણીતિએ લગ્નગ્રંથિથી જોડાયા હોવાની સોશિયલ મીડિયામાં કરી જાણ
- પરિણીતિના વેડિંગ આઉટફીટે ખેંચ્યુ સૌનું ધ્યાન
- રાઘવ-પરિણીતિ બે જગ્યા પર રિસેપ્શન યોજે તેવી ચર્ચા
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા હવે લગ્ન બંધનમાં બંધાઇ ગયા છે. ખુદ પરિણીતિએ સોશિયલ મીડિયામાં પોતાના લગ્નની તસવીરો શેર કરી હતી. જેમાં રાઘવ અને પરિણીતિ ખૂબ સુંદર લાગી રહ્યા હતા. જો કે ફેન્સની નજર પરિણીતિના લહેંગા પર જઇને અટકી હતી. ત્યારે જાણીએ પરિણીતિની વેડિંગ ડ્રેસ વિશે,
પરિણીતિનો આકર્ષક આઉટફીટ
રાઘનીતિના વેડિંગની તસવીરો સામે આવી છે. જેમાં તે ખૂબ સુંદર દેખાઇ રહી છે. પરિણીતિએ બેજ રંગનો હેવી લહેંગો પહેર્યો છે. જે ફેમસ સેલિબ્રિટી ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ લહેંગાને તૈયાર કરવામાં મનીષ મલ્હોત્રાને 2500 કલાકનો સમય લાગ્યો હતો.
સોનાના તારથી મઢેલો આઉટફીટ
મનીષ મલ્હોત્રાએ તેની આખી ટીમ સાથે મળીને યુનિક સ્ટાઇલમાં લહેંગો તૈયાર કર્યો છે. સુંદર ટોનલ ઇક્રુ બેઝ હેન્ડ એમ્બ્રોઇડરીથી શણગારવામાં આવ્યો છે. લહેંગાના હેન્ડવર્ક માટે વિન્ટેજ ગોલ્ડન તારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેને નક્સી અને મેટલ સિક્વિન્સથી સુશોભિત કરવામાં આવ્યો છે. જે નેટ અને ટ્યૂલ ફ્રેમવર્ક દુપટ્ટા સાથે પરફેક્ટ મેચ થાય છે.
ઓઢણી પર લખ્યું છે નામ
પરિણીતીના સિમ્લ અને ડિસન્ટ લુકના ખૂબ વખાણ થઈ રહ્યા છે. અભિનેત્રીએ તેના લહેંગા સાથે પહેરેલી ઓઢણી પર પતિ રાઘવનું નામ હિન્દીમાં લખેલું છે. જે લખવા માટે જૂના સોનાના દોરાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
પન્નાની જ્વેલરીથી લુક કર્યો કમ્પ્લિટ
બેજ કલરના લહેંગા સાથે પરિણીતીએ પન્નાની જ્વેલરીથી લુકને શાનદાર બનાવ્યો છે. અભિનેત્રીએ એન્ટિક ફિનિશમાં અનકટ, ઝામ્બિયન અને રશિયન પન્નાથી બનેલો નેકલેસ પહેર્યો છે. આ બ્રાઈડલ સેટમાં ઈયરિંગ્સ, માંગ ટીક્કો અને હેન્ડફૂલ પણ છે. આ તમામને અનકટ્સ, હીરા અને રશિયન પન્નાનો ઉપયોગ કરીને ડિઝાઇન કરાયો છે. સાથે જ ન્યૂડ લિપસ્ટિક અને મેક અપ કરીને પરિણીતિ ખૂબ સુંદર લાગી રહી હતી.