- પવન કલ્યાણે ત્રણ વખત કર્યા છે લગ્ન
- પત્ની અન્ના લેઝનેવાની ઉંમર છે 43 વર્ષ
- ચંદ્રબાબુ નાયડુએ અન્ના લેઝનેવાને પણ પાઠવી શુભકામના
આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન તેલુગુ અભિનેતા-રાજકારણી પવન કલ્યાણે શાનદાર જીત મેળવીને લાઇમ લાઇટમાં આવ્યા હતા. આ જીત બાદ તેમના પરિવાર અને ચાહકોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. વડીલોના આશીર્વાદ લેતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે ફરી એકવાર અભિનેતાના ઘરે ખુશીઓ આવી છે અને આ વખતે તેની પત્ની અન્ના લેઝનેવાએ એવું કંઇક કરી બતાવ્યુ છે કે સુપરસ્ટાર પવન ખુશખુશાલ થઇ ગયા છે.

પત્નીની આ સિદ્ધિથી થયા ખુશખુશાલ
મહત્વનું છે કે પવન કલ્યાણની પત્ની અન્ના લેઝનેવા ગ્રેજ્યુએટ થઇ ગયા છે. 43 વર્ષની ઉંમરે તેમણે સિંગાપોરની નેશનલ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ આર્ટસની ડિગ્રી મેળવી છે. તેમના કોલેજ ફંક્શનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તેઓ ડિગ્રી લેવા માટે સ્ટેજ પર પહોંચે છે. આ ખાસ અવસર પર પતિ પવન કલ્યાણ પણ પત્ની સાથે જોવા મળ્યો હતો. કેમેરા માટે પોઝ આપતા પવન અને તેની પત્નીની એક તસવીર પણ ઓનલાઈન વાયરલ થઈ રહી છે, જેમાં અન્ના લેઝનેવા તેની ડિગ્રી બતાવતી જોવા મળી રહી છે.
2013 માં અન્ના સાથે લગ્ન કર્યા
મહત્વનું છે કે પવન કલ્યાણે વર્ષ 2013માં રશિયન મોડલ અન્ના લેઝનેવા સાથે લગ્ન કર્યા હતા. અન્ના લેઝેવા પહેલી નહીં પરંતુ પવન કલ્યાણની ત્રીજી પત્ની છે. તે અભિનેતા-રાજકારણીને 2011માં મળી હતી જ્યારે બંને ફિલ્મ 'તીન મા'નું શૂટિંગ કરી રહ્યા હતા. આ મુલાકાત મિત્રતામાં પરિણમી. બે વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ બંને પ્રેમમાં પડ્યા અને પછી 30 સપ્ટેમ્બર 2013ના રોજ લગ્ન કરી લીધા. લગ્નના 4 વર્ષ બાદ 2017માં બંને એક પુત્રના માતા-પિતા બન્યા હતા. અન્ના લેઝનેવા સાથે લગ્ન કરતા પહેલા પવન કલ્યાણે વર્ષ 2009માં રેણુ દેસાઈ સાથે લગ્ન કર્યા હતા. અભિનેતાના આ લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને વર્ષ 2012માં બંનેના છૂટાછેડા થઈ ગયા. પવન કલ્યાણે પ્રથમ લગ્ન 1997માં નંદિની સાથે કર્યા હતા અને 2008માં બંને અલગ થઈ ગયા હતા.