- સાઉથ સુપર સ્ટાર પવન કલ્યાણની જાહેરાત
- આંધ્રપ્રદેશના બન્યા છે ડેપ્યુટી સીએમ
- ફિલ્મોને લઇને આપ્યુ મહત્વનું નિવેદન
આંધ્રપ્રદેશના ડે.સીએમ પવન કલ્યાણ બન્યા છે. તેઓ આંધ્રના સીએમ બન્યા બાદ એક મહત્વનો નિર્ણય લીધો છે. તેઓ 11દિવસના ઉપવાસ પર હતા. જે પૂર્ણ થતા આજે તેમણે પીથાપુરમમાં એક જાહેર બેઠક કરી હતી. ત્યારે લોકોએ ઓજી ઓજી કહીને નારા લગાવવા લાગ્યા ત્યારે પવન કલ્યાણે એક મહત્વનું નિવેદન આપ્યું.
OG-OGના લાગ્યા નારા
ચાહકો જ્યારે ઓજી ઓજી નામના નારા લગાવ્યા ત્યારે પવન કલ્યાણે કહ્યું કે ઓજી? શું તમને લાગે છે કે મારી પાસે ફિલ્મો બનાવવા માટે સમય હશે? મેં 5 વચનો આપ્યા હતા. સૌથી પહેલા હું આ મતવિસ્તારને સુધારવા પર ધ્યાન આપવા માંગુ છું. સાઉથના સુપરસ્ટાર પવન કલ્યાણે આંધ્ર પ્રદેશના ડેપ્યુટી સીએમ બન્યા બાદ ફિલ્મોમાં કામ નહીં કરવાની જાહેરાત કરી છે. જો કે તેમના કમિટેડ પ્રોજેક્ટ તેઓ પુરા કરશે.
ફિલ્મ મેકર્સની માફી માંગી !
સાઉથના અભિનેતા અને ડે.સીએમએ વધુમાં કહ્યું કે તે તેઓએ કમિટેડ ફિલ્મો પુરી કરશે પરંતુ હાલ તેઓ રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. તેમણે કહ્યું- ખાડા ન પૂરવા કે નવા રસ્તા ન બનાવવા માટે મને દોષિત ન માનવો જોઇએ. જો કોઈ મને પ્રશ્ન કરે કે હું OG ના શૂટિંગમાં કેમ વ્યસ્ત છું તો હું શું કરીશ? દિલમાં આ ડર સાથે મેં મારા ફિલ્મ મેકર્સને પણ કહ્યું કે તમે મને માફ કરી દો.
OG ફિલ્મને લઇને કરી જાહેરાત
પવન કલ્યાણે કહ્યું કે મારે પહેલા લોકોની સેવા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. જ્યારે મને તેના માટે સમય મળશે ત્યારે જ હું ફિલ્મોનું શૂટિંગ કરીશ. તેમણે તેમની ફિલ્મની રાહ જોઈ રહેલા ચાહકોને કહ્યું કે તમે ખરેખર OG જોશો, તે સારું રહેશે.
પવન કલ્યાણનો વર્કફ્રન્ટ
પવન કલ્યાણના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તેમની પાસે હાલમાં ત્રણ ફિલ્મો છે જેનું શૂટિંગ તેણે હજી પૂરું કરવાનું બાકી છે. દર્શકો સુજીતની 'ઓજી'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સિવાય તેની પાસે તમિલ ફિલ્મ 'થેરી'ની તેલુગુ રિમેક 'ઉસ્તાદ ભગત સિંહ' પણ છે. આ ઉપરાંત 'હરિ હર' 'વીરા મલ્લુઃ પાર્ટ 1 - તલવાર વર્સીસ સ્પિરિટ'માં પણ જોવા મળશે.