દક્ષિણ ભારતીય અભિનેત્રી રાન્યા રાવની સોનાની દાણચોરીમાં ધરપકડ કર્યા બાદ, રોજ નવા નવા ખુલાસા થતા રહે છે. ત્યારે હવે આ મામલે વધુ એક અભિનેતાનુ નામ સામે આવ્યુ છે. રાન્યા રાવના મિત્ર અને કલાકાર તરુણ રાજ ઉર્ફે વિરાટ કોન્ડુરુ રાજ હવે પોલીસની રડાર પર છે. તરુણ રાજ સાથે હવે DRIની ટીમ પૂછપરછ કરી રહી છે. તરુણ રાજ તેલુગુ ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે કારકિર્દી બનાવી ચુક્યા છે. સોનાની સ્મગલિંગમાં તરુણનુ નામ સામે આવતા તેમના પર ગાળિયો કસાયો છે.
સોનાની સ્મગલિંગમાં નવા વળાંક
ગોલ્ડ સ્મલિંગ મામલે મોટા નેટવર્કનો ખુલાસો થયો છે. DRIએ થોડા દિવસ અગાઉ રાન્યા રાવની બેંગાલુરુ એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. અને તેને જ્યુડીશીયલ કસ્ટડીમાં ધકેલાઇ હતી. રાન્યા સાથેની પૂછપરછમાં તેમના મિત્ર અને તેલુગુ એક્ટર તરુણ રાજનુ નામ ખુલ્યુ છે. DRIની ટીમ હવે તરુણ રાજ સાથે પૂછપરછ કરી રહી છે. રાન્યા રાવ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી છે. અને તે આંતરરાષ્ટ્રીય ગોલ્ડ સ્મલિંગ નેટવર્ક સાથે જોડાઇ હતી. તેણે અવારનવાર દુબઇની યાત્રામાં સોનાની દાણચોરી કરી છે. રાન્યાના ફ્લેટથી કરોડોમાં રોકડ મળી આવી હતી. આ ગુનાઓમાં તેનો પતિ અને ભાઇ પણ સામેલ હોવાનું સામે આવ્યુ હતુ. CBIએ આ મામલે કડક તપાસ હાથ ધરી છે.
તેલુગુ એક્ટર તરુણ રાજની સંડોવણી
અભિનેતા તરુણ રાજે 2018 માં આવેલી તેલુગુ ફિલ્મ પરિચયમથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જેમાં તેઓ મુખ્ય ભૂમિકામાં દેખાયા હતા. ફિલ્મ ઉદ્યોગમાં આવતા પહેલા, તેમણે પોતાનું નામ બદલીને વિરાટ કોંડુરુ રાજ રાખ્યું હતુ. એવું કહેવાય છે કે તે રાન્યા રાવની ખૂબ નજીક હતો. અને બંને વચ્ચે લાંબા સમયથી મિત્રતા હતી. તરુણ અને રાન્યા તેમના ફિલ્મી કરિયર દરમિયાન મિત્રો બન્યા હતા. ડીઆરઆઈ અધિકારીઓ માને છે કે તરુણ પણ આ દાણચોરી રેકેટનો એક મહત્વપૂર્ણ ભાગ હોઈ શકે છે. તેથી તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.
ડીઆરઆઈને શંકા છે કે તરુણ રાજ અભિનેત્રી રાન્યા રાવના સોનાની દાણચોરીના નેટવર્કનો ભાગ હોઈ શકે છે. અધિકારીઓનું માનવું છે કે આ રેકેટમાં ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા વધુ લોકો સામેલ હોઈ શકે છે. આ કારણોસર, DRI ટીમ આ મામલાના મૂળ સુધી પહોંચવા માટે તરુણની સઘન પૂછપરછ કરી રહી છે.
અભિનેતા તરુણ રાજ હાલમાં ડીઆરઆઈની કસ્ટડીમાં છે અને તેમની જામીન અરજી આજે નીચલી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ સુનાવણી દરમિયાન નક્કી કરવામાં આવશે કે તેને મુક્ત કરવામાં આવશે કે પૂછપરછ માટે વધુ કસ્ટડીમાં રાખવામાં આવશે. આ સમગ્ર કેસમાં DRI તપાસ ટીમ અન્ય ફિલ્મ હસ્તીઓ સાથેના સંભવિત સંબંધોની તપાસ કરી રહી છે. આગામી દિવસોમાં આ હાઇ-પ્રોફાઇલ કેસમાં વધુ મોટા ખુલાસા થઈ શકે છે.